Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મોટી પાનેલીમાં સરદાર વલ્લભભાઇ પટેલ અને કેશુભાઇની સ્મૃતિમાં વિરતા સમર્પણ કાર્યક્રમ

 મોટીપાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ એકતા દિવસ નિમિતે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વીરતા સમર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં લોખન્ડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી તેમની ૧૪૫ મી જન્મ જયંતિ નિમિતે તેમની યશગાથા લોકોસુધી પહોંચાડી સમાજના દરેક વર્ગ જ્ઞાતિનેં એક થવા ઉપર ભાર મુકવામાં આવેલ સરદાર સાહેબે દેશને અખડિત રાખવા માટે જે યોગદાન આપેલ અને ભારતના ૫૬૨ રજવાડાઓ નેં એકજુટ કરી એક અખન્ડ ભારત નું નિર્માણ કરેલ સાથેજ સરદાર સાહેબનું જે સપનું હતું ભારત અને ભારતીય નેં વિશ્વ ની ટોચ ઉપર લઈજવા માટે ભારતના તમામ સમાજ વર્ગ કાયમને માટે એકજુટ થઇ આગળ આવે અને ગરીબ વર્ગને આગળ વધારવા ના પપ્રયાસ કરે તેવી સરદાર સાહેબની ઝુંબેશ નેં લોકો સુધી પહોંચાડવા માટે પાનેલી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો જોડાયા હતા સાથેજ ગુજરાત ના બીજા વીર પુરુષ સ્વ.શ્રી કેશુભાઈ પટેલ નું અવસાન થતા માનનીય કેશુભાઈ નેં ભાવભરી શ્રદ્ઘાંજલિ અર્પિત કરી તેમના ખેડૂત લક્ષી કાર્યોને બિરદાવી જે રીતે સૌરાષ્ટ્ર માટે તેમણે ખેડૂતો માટે પ્રયાસ કર્યા છે તે માટે ગુજરાત ના ખેડૂતો એમને કયારેય વિસારી નહીં શકે બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહી બન્ને વીર પુરુષ ની વીરતા નેં સલામી આપેલ અને એકજુટ રહેવાનો સંકલ્પ દ્યોસિત કરેલ. આ તકે મોટી પાનેલી ગામ આગેવાનો સરપંચ શ્રી મનુભાઈ ભાલોડીયા ઉપ સરપંચ શ્રી બધાભાઇ ભારાઈ રાજકોટ જિલ્લા ભાજપના મહેન્દ્રભાઈ ભાલોડીયા પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા તાલુકા ઉપ પ્રમુખ રસિકભાઈ અસ્વીનભાઈ ભાલોડીયા ભામાભાઈ રબારી આઈજી વાળા ચિરાગ ફળદુ નિલેશ સાંગેચા વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ જિલ્લા ભાજપના કિશાન મોરચા ના મહામન્ત્રી મહેન્દ્રભાઈ ભાલોડીયા ના વડપણ નીચે આયોજિત કરવામાં આવેલ હતો.

(11:31 am IST)