Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સાવરકુંડલામાં ઇદ નિમિતે પીર સૈયદદાદાબાપુ કાદરીની આગેવાનીમાં સેવાકાર્યો

સાવરકુંડલા : ઇસ્લામ ધર્મ ના સ્થાપક હજરત મહમદ પયગમ્બર સાહેબ (સ .અ .વ.) ના જન્મ દિવસ નિમિત્ત્।ે મુસ્લિમ બિરાદરો એ ઇદે મિલલાદુન્નબી નો તહેવાર સેવાકીય કાર્યો સાથે દ્યણી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવા માં આવી હતી.આ ઇદે મિલલાદુ ન્નબી પાવન અવસર નિમિતે પીર સૈયદ દાદાબાપુ કાદરી એ સેવા ની જયોત પજવતી રાખી હતી જેમાં શહેર ના તમામ ગૌશાળા મઆ પશુ ઢોર ને ઘાસ ચારો રામરોટી .કબીર ટેકરી અન્ન ક્ષેત્ર અને મનોરોગી ધામ માનવ મંદિર માં ભુજન માટે દાન તેમજ શ્વાન દ્યર માં પક્ષી દ્યર માં ચણ અને શહેર ના સરકારી અને પ્રાઇવેટ દવાખાના માં ફૂટ,દૂધ, લીલા નાળિયેર નું વિતરણ કરવા માં આવેલ હતું તેમજ વિધવા. ત્યકતા.બેવાઓ.યતિમ મિસ્કીમ જરૂરિયાતમંદો વિગેરે માનવ અને પશુઢોર ને વિવિધ સહાય કરવા માં આવી હતી. તેમજ શહેર ના વિવિધ વિસ્તારો જેવા કે લીંડીચોક, આઝાદ ચોક, પઠાણફળી, નેરડી વિસ્તાર ખાટકીવાડ બીડીકામદાર નુરાની નગર મણિનગર સંધી ચોક વિગેરે વિસ્તારો આકર્ષણ રૂપી શણગાર માં આવેલ હતા અને ઠેર ઠેર અનેક પ્રકાર ની અવનવી નિયાજો તકસીમ કરવા માં આવેલ હતી અને હજરત મહમદ પયગમ્બર (સ.અ વ.) ની શાન માં શહેર તમામ વિસ્તાર લતાઓ માં બારે બાર દિવસ દરૂદ ખ્વાની રાખવા માં આવેલ હતી. આ ઇદે મિલલાદુન્નબી નો તહેવાર નિમિત્ત્।ે કોરોના વાયરસ ના સંક્રમણ મુજબ અને સોશલ્ય ડિસ્ટન્સ નું ચુસ્ત પણે પાલન અને અમલ કરી સંપૂર્ણ સરકાર શ્રી ના ગાઈડ લાઇન મુજબ ઝુલુસ કાઢવા નું બંધ રાખવા માં આવેલ હતું અને મુસ્લિમ ભાઈ ઓ એ પોત પોતા ના વિસ્તાર માં નિયાજ અને શણગાર કરી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવેલ હતો.માનવ અને પશુ ઢોર ને સહાય કરવા માં આવી છે તેમાં જુમ્મા મસ્જિદ ના પેશ ઇમામ હાફિઝ સાદિક સાહેબ સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ હાજી જાહિદભાઈ જાદવ પૂર્વ સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ ઈરફાન ભાઈ કુરેશી પૂર્વ પ્રમુખ ઈકબાલ ગોરી હાજી ગફરભાઈ જાદવ ડી જે પઠાણ નસીરભાઈ એન્જીનીયર અલીભાઈ જાખરા અયુબભાઈ ચૌહાણ રફીકભાઈ મંત્રી મુસ્તકભાઈ જાદવ યુનુસભાઈ ખોખર શબ્બીર બંગાળી દપુભાઈ જાદવ દિલવારભાઈ ગોરી ઇબ્રાહિમભાઈ ગોરી હબીબભાઈ કુરેશી રહીમભાઈ ચૌહાણ દેશી ઈકબાલ ભાઈ શેખ અસ્લામ ખોખર વિગેરે મુસ્લિમ સમાજ ના અગ્રણી ઓ અને ખદીમો સહાય આપવા ની વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.આ સેવાકીય કાર્યો અને ઇદે મિલલાદુ ન્નબી નો તહેવાર ઉત્સાહ અને ખુશી માં ઉજવવા પીર સૈયદ દાદા બાપુ કાદરી અને પીર સૈયદ મુનિરબાપુ કાદરી ની આદેશ મુજબ કરવામાં આવેલ હતું.(તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(11:35 am IST)