Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમરેલી જીલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ-ઇન્દીરા ગાંધીને પુષ્પાંજલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩ :.. મહાન સ્વંત્રતા સેનાની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આધુનિક ભારતના નિર્માતા, ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી તથા ભારતના પહેલા મહિલા વડાપ્રધાન, ભારતની નવરચના અને એકતાની સૌમ્ય મૂર્તિ ભારતનું નામ વિશ્વના નકશા પર ક્રમાંકિત કરનાર રાષ્ટ્રની એકતા માટે સંઘર્ષ કરતા શહાદત આપનાર ઇન્દીરાજી ગાંધી ના નિર્વાણ દિને અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયેલ હતો.

આ કાર્યક્રમમાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર, જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અર્જુનભાઇ સોસા, મહામંત્રી જનકભાઇ પંડયા, થા વસંતભાઇ કાબરીયા ઉપસ્થિત રહ્યા હતાં.

(11:36 am IST)