Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ઉપલેટાના ઢાંક માટે એસ. ટી. તંત્રનું ઓરમાયુ વર્તનઃ રાત્રી રોકાણની બસ બંધ કરી!!

બપોરે બે થી બીજા દિ'એ સવારે ૧૦ સુધીમાં એક પણ બસ ઢાંક આવતી નથી

(પંકજગીરી ગોસ્વામી દ્વારા) ઢાંક તા. ૩ :.. ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ઘણા વર્ષોથી ત્રણ જેટલી બસો નાઇટ હોલ્ટ કરતી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી રાજકોટ ઢાંક બંધ કરી દેવામાં આવ્યા  બાદ જુનાગઢ - ઢાંક બસને પણ બંધ કરીને ગાયત્રી આશ્રમ ખાતે લંબાવી દેવામાં આવી હતી તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે. ત્યારબાદ એકમાત્ર બસ ઉપલેટા ઢાંક વધી હતી જે કોરોના દરમિયાન બંધ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ફરીથી ચાલુ કરવામાં આવી હતી. પરંતુ પાછી ઉપલેટા - ઢાંક નાઇટ હોલ્ટની બસ બંધ કરી દેવામાં આવી છે.

અત્યારે એકપણ બસ ઢાંકમાં નાઇટ હોલ્ટ કરતી નથી. વસ્તીની દ્રષ્ટિએ ઢાંક ઉપલેટા તાલુકામાં સૌથી મોટા ગામની ગણતરીમાં આવે છે. સવારથી બપોર સુધીમાં માત્ર બે ત્રણ બસ ઢાંકમાં આવે છે. બપોરના ર.૩૦ વાગ્યાથી બીજા દિવસે સવારથી ૧૦ વાગ્યા સુધીમાં એકપણ એસ. ટી. બસ ઢાંકમાં આવતી નથી. એટલે રાત્રે તેમજ વહેલી સવારે મુસાફરોને જવા - આવવા માટે તકલીફ પડી રહી છે. એસ. ટી. એ પ્રજાની સુવિધા માટે છે નહી કે પૈસા કમાવવાનો સ્ત્રોત રાજય સરકાર જયારે પાયાની સુવિધા ગ્રામ્ય કક્ષાએ પુરી પાડવા સજજ હોય ત્યારે એસ. ટી. તંત્ર દ્વારા ઢાંક ગામ સામે ઓરમાયુ વર્તન કેમ ? એ બાબત સમજવી અઘરી છે. ઉપલેટા-ઢાંક નાઇટ હોલની બસ ફરીથી શરૂ કરવામાં આવે તેવી ગ્રામ્યજનોની માંગણી છે.

(11:40 am IST)