Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ધોરાજીમાં મહિલાઓએ દુર્ગંધ યુકત ગટરના પાણી સાફ કરવા પડ્યા : સ્વચ્છતા મામલે પાલિકાની બેદરકારી સામે રોષ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૩: ધોરાજીનાં વોર્ડ નં પાંચ અને પાલા વાડ અંધકારીયા વાડ તથા ચોકી ફળિયા કાજી મસ્જિદ જેવાં માર્ગો પર ભુગર્ભ ગટરનુ ગંદા પાણી છેલ્લા દ્યણાં સમય થી છલકાતાં રહે છે ત્યારે વિસ્તારના સ્થાનિકો લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આજ વિસ્તારમાં વિવિધ ધાર્મિક સ્થળો આવેલ હોય જેથી આ દુર્ગંધયુકત ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક લોકો ની લાગણી દુભાય રહીછે આ મામલે સ્થાનિક લોકો અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી જેથી આજરોજ આ વિસ્તારમાં રહેતા રહીશ મહીલાઓ અને પુરૂષો દ્વારા તંત્રને જગાડવા માટે અને વિરોધ પ્રગટ કરવા માટે પોતે સાફ સફાઈ કરવાની ફરજ પડી હતી.શેરીમાં જાત મહેનત કરી ભુગર્ભ ગટરનુ પાણી ભરાયેલાં હોય તેની સફાઈ કરી હતી .અને તંત્ર પરત્વે રોષ વ્યકત કર્યો હતો.

ધોરાજી શહેરમાં અવારનવાર ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં જોડાઈ જવાના બનાવો બની રહ્યા છે. અને શહેરમાં સફાઈ કામગીરી નબળી થતી હોવાની અનેક લોક ફરિયાદો ઉઠી રહી છે.

(11:42 am IST)