Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અલગ ગ્રામ પંચાયતની માંગ ન સ્વીકારતાં મોરબીના ન્યુ નવલખીમાં મતદાનનો બહિષ્કાર

૩૦૩ મતદારોમાંથી એક પણ વ્યકિતએ મત ન આપ્યો

મોરબી, તા. ૩ :  મોરબીમાં માળિયા ખાતે ન્યુ નવલખી ગામના મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેઓનું કહેવું હતું કે તેમની અલગ ગ્રામ પંચાયતની માંગ સ્વીકારવામાં આવી નથી તેના પગલે તેઓ મતદાન કરવાના નથી.

તેના કારણે આ ગામના ૩૦૩ મતની સામે એકપણ મત પડ્યો ન હતો. ભાજપ અને કોંગ્રેસ બંનેના રાજકીય કાર્યકરો આ લોકોને મતદાન કરવા માટે સમજાવી રહ્યા છે.

પરંતુ લોકો હજી સુધી ટસના મસ થયા નથી. આના લીધે આ ગામના મતદાન મથકમાં એકપણ મત પડ્યો નથી.

(2:10 pm IST)