Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

પોરબંદરમાં આઇપીએલ મેચ ઉપર સટ્ટો ખેલતા ૫ યુવાનો ૧૪ હજારની રોકડ સાથે ઝડપાયા

રોકડ, મોબાઇલ નંગ-૮, ટીવી સહિત કુલ ૧૪૬૬૪૦ મુદ્દામાલ મળ્યો

(પરેશ પારેખ દ્વારા ) પોરબંદર,તા.૩ : આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતા ૫ યુવાનોને ૧૪૬૪૦ની રોકડ, મોબાઇલ ફોન નંગ-૮, ટીવી સહિત કુલ ૧૪૬૬૪૦ના મુદ્દામાલ સાથે પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર  તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લા માંથી આઇ.પી.એલ ક્રિકેટ મેચ ઉપર રમાતો ક્રિકેટ સટ્ટો નાબુદ કરવા માટે આપેલ સુચના અન્વયે પોરબંદર શહેરના  ડી.વાય.એસ.પી.   જે.સી.કોઠીયાના  તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના  પો.ઇન્સ.  એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના  પો.સબ.ઈન્સ   એચ.એન. ચુડાસમા  તથા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ બી.કે.ગોહીલ તથા પો.કોન્સ વિરેન્દ્રસીંહને બાતમીરાહે હકીકત મળેલ છે કે, ભાવીન કલ્યાણજી જોષી પોરબંદર કાવેરી હોટલ નીચે ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ અન્નપુર્ણા ટી એન્ડ ફાસ્ટ ફુડ નામની દુકાનમાં ટીવી ઉપર ઇન્ડીયન પ્રીમીયમ લીગ -૨૦૨૦ ની ૨૦-૨૦ ક્રિકેટ લાઇવ મેચ ઉપર બહાર થી માણસો બોલાવી પૈસા વડે રન ફેરનો જુગાર રમાડે છે. જે બાતમી આધારે સદર જગ્યાએ રેઇડ કરતા ટી.વી. ઉપર ઇન્ડીયન પ્રીમીયમ લીગ-૨૦૨૦ની ૨૦-૨૦ ટીમની  લાઇવ ક્રિકેટ મેચ ઉપર રન ફેરનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૪૬૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૧૨૩,૫૦૦/- તથા ટી.વી. એક કિ.રૂ.૮,૦૦૦/- તથા સેટટોપ બોકસ એક કિ.રૂ.૫૦૦/-નો મળી કૂલ કિ.રૂ.૧૪૬,૬૪૦/-નાં મુદામાલ સાથે  આરોપી ભાવીન ઉફે મુન્નો કલ્યાણજીભાઇ જોષી ઉવ.૩૦ રહે. નવા કુભારવાડા શેરી નં.૬, અર્જુન રામાભાઇ કોડીયાતર ઉવ.૨૪ રહે. સત્યનારાયણ મંદીર સામે શેરી નં.૨, સોહીલ સીદીકભાઇ કાતીયાર ઉવ.૨૨ રહે. નવો કુભારવાડો,   હર્ષ મહેન્દ્રભાઇ દેવાણી ઉવ.૨૪ રહે. પેરેડાઈજ સિનેમા પાછળ તથા ધરમ ઉફે ધમો અતુલભાઇ રાયચુરા ઉવ.૨૩ રહે. ભોજેશ્વર પ્લોટ વાળાને પકડીને ગુન્હો નોંધ્યો છે.

આ દરોડા કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર  એન.એન.રબારી તથા પો.સ.ઇ.   એચ.એન.ચુડાસમા તથા એ.એસ.આઇ. વી.એસ.આગઠ , પો.હેડ.કોન્સ. જે.આર. કટારા, બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. ભીમશીભાઇ, કનકસિંહ, વિરેન્દ્રસીંહ, અક્ષયભાઇ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

(12:51 pm IST)