Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ધારી વિધાનસભા બેઠક માટે સવારે ધીમુ મતદાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩ : ભારતના  ચુંટણી પંચ દ્વારા વિધાનસભા પેટા ચુંટણીની તારીખો જાહેર કરાતાં અમરેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે ધારી વિધાનસભા પેટા ચુંટણી  બેઠકનું મતદાન તા.૩-૧૧-ર૦ર૦ના રોજ અને મત ગણતરી તા.૧૦-૧૧-ર૦ર૦ના રોજ હાથ ધરાશે. તેમજ ચુંટણી પ્રક્રિયા તા.૧ર-૧૧-ર૦ર૦ના રોજ પુરી થશે.

દરમિયાન કડક બંદોબસ્ત વચ્ચે શાંતિમ્ય મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી. પણ મતદાનને નબળો પ્રતિસાદ મળ્યો હતો. ધીમી ગતિએ મતદાનના કારણે સવારે ૯ સુધીમાં સરેરાશ ૬.ર૯ ટકા મતદાન થયુ હતુ. કોઇ અનિચ્છનીય બનવા પામ્યો નથી. એકંદર ધીમી ગતિએ પણ શાંતિથી મતદાન થઇ રહયુ છે. મતદાનના આંકડા જોતા ખુબ ઓછુ મતદાન થાય તેવી શકયતા છે.

(12:54 pm IST)