Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જાફરાબાદમાં ૧ લાખની ચોરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩ : જાફરાબાદબામાં ખારવાવાડમાં રહેતા ચંદભુાઇ ઉર્ફે રામકૃપા બોટવાળા બાબુભાઇ નાથાભાઇ બાંભણીયા ઉ.વ.૩૪ના રહેણાંક મકાનમાં કોઇ તસ્કરોએ મુખ્ય રદવાજાનું તાળુ તોડી તિજોરીમાં રાખેલ રોકડ રૂ.૭૦,૦૦૦ તેમજ સોનાના ચેઇન રૂ.રપ૦૦૦નો મળી કુલ રૂ.૯પ,૦૦૦ હજાારની માલમતા ચોરી ગયાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જુગાર

લાઠી લુવારીયા દરવાજા પાસે આઇપીએલ મેચમાં સટ્ટો જુગાર રમાડતા વિજય સોમજી, જગા જીવરાજ, ભરત રાઘવ સોલંકી તેમજ ગડાભાઇને હે. કોન્સ. વાય. એસ.વનરાએ રૂ.પરર૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

જુગાર

લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જાહેરમાં જુગાર રમતા વિશાલ ઝવેર કોયાણી, શૈલેષ મનસુખ ચૌહાણ, મુકેશ રમેશ ચૌહાણ, અમરદાસ ઉર્ફે લાલો ખોડીદાસને રોકડ રૂ.૪૭૭૦ના મુદામાલ સાથે પો. કોન્સ. લલીતભાઇ હેલૈયાએ ઝડપી પાડયા હતા.

ધમકી

રાજુલા કુંભારવાડામાં રહેતા ઉસ્માનભાઇ સરદારભાઇ સોરા ઉ.વ.૩પ ના ઘર પાસે ફોર વ્હીલ પાર્ક કરતા હવા કાઢી નાખતા સારૂ નહી લાગતા આતીફ સાહદતશાખ પઠાણ, ફીરોજ સલીમ મખોખર, રીઝવાન યુસુબ જેઠવા, મુમતાજબેન સલીમભાઇ ખોખરે ગાળો બોલી છુટા પથ્થરોના ઘા મારી બારીના કાચ તોડી ધમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કુહાડી ઝીંકી

ચલાલાના નાગધ્રામાં જયંતિભાઇ સોમાભાઇ દાફડા ઉ.વ.૩૦ના પિતાની જમીન હિતેષ જગા દાફડાને અગાઉ વાવવા આપેલ હતી. હિતેષ તે જમીનમાં ટ્રેકટર રોટાવેટર ચલાવતા હોય, તે વખતે તમોને જમીન વાવવાની ના પાડેલ છે. જેથી સારૂ નહી લાગતા ગાળો બોલી કુહાડીની મુધરાટી વડે માર મારી ધમકી આપ્યાની ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દારૂ

અમરેલી : જાફરાબાદમાં રામપીઠા સોલંકી, રાકેશ લાલો રામજી શિયાળને ૧૮ બોટલ ઇગ્લીશ દારૂ રૂ.પ૪૦૦ના મુદામાલ સાથે પો. કોન્સ. અજયભાઇ વાઘેલાએ ઝડપી પાડયા હતા.

ધમકી

બાબરામાં રહેતા સુરેશભાઇ હિરાભાઇ સેદાણી મંદિરે દર્શને જતા હતા. ત્યારે નિતીન છોટુ સિધ્ધપુરા, ચંદ્રેશ છોટુ સિધ્ધપુરાએ રસ્તામાં રોકી માર મારી બીજા લોકોને ફોન કરતા વિક્રમ વાળા અને બે અજાણ્યા શખ્સોએ આવીને છરી બતાવી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:56 pm IST)