Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

BAMS પરિક્ષામાં ૧૫૦ વિદ્યાર્થીઓ નાપાસ : જામનગર અભાવિપ દ્વારા આવેદન

જામનગર : જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા હાલમાં લેવાયેલ BAMS પરીક્ષાના પરિણામમાં ૧૫૦ વિદ્યાર્થીઓ નાપાસ થતાં આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.છેલ્લા આઠ મહિનાથી સૌ કોરોના મહામારી ને સામનો કરી રહ્યા છે આ મારામારીના પગલે ઘણા બધા વિદ્યાર્થીઓના અભ્યાસમાં વધુ ભારે અસર પડી છે ત્યારે હાલમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું BAMS પ્રથમ વર્ષ નું પરિણામ બહાર પડ્યું છે. જેમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ જેમનો છેલ્લો અટેમ્પટ હતો એ લોકો નાપાસ થયા છે. તો યુનિવર્સિટી ગાઇડલાઇન મુજબ આ વિદ્યાર્થીઓ આગળ B.A.M.S. કરી શકતા નથી.. આ મુદ્દાને લઇને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જેટલા પણ વિદ્યાર્થીઓને ડિટેઇન કરવામાં આવ્યા હોય અથવા જે લોકો નો છેલ્લો અટેમ્પટ હોય એ લોકોને એક વધુ તક મળે. અને વિદ્યાર્થીઓ પોતાને આવેલ માકર્સથી સંતુષ્ટ નથી જેથી કરીને જે વિદ્યાર્થીઓ સંતુષ્ટ ન હોય તે વિદ્યાર્થીઓ ના પેપર કોઈપણ જાતની ચેકિંગ વગર એસેસમેન્ટ કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.(તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(12:56 pm IST)