Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાના ૪ કેસઃ ૬ ને રજા અપાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩ :.. દ્વારકા જિલ્લામાં કલ્યાણપુરમાં બે ખંભાળીયામાં એક તથા દ્વારકામાં એક મળી ચાર પોઝીટીવ નોંધાયા છે જયારે ભાણવડમાં એક પણ કેસ નોંધાયો નથી.

નવા ચાર પોઝીટીવની સામે કુલ છ ડીસ્ચાર્જ થયા છે. જેમાં દ્વારકામાં તથા કલ્યાણપુરમાં બે - બે દર્દી ડીસ્ચાર્જ થયા છે. જયારે ભાણવડ અને ખંભાળીયામાં એક એક કુલ છ ડીસ્ચાર્જ થયા છે.

કલ્યાણપુરના નવાપરામાં બે કેસ તથા ખંભાળીયામાં નવાપરામાં ૬ નંબરમાં એક તથા દ્વારકા શહેરમાં એક કેસ નીકળશે છે.

(12:58 pm IST)