Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જામનગર સ્ટલીંગ લેબોરેટરીના મહિલા કર્મચારી કલેકશનના રૂ.૨૬ લાખ હડપ કરી ગયાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈ ગોપાલભાઈ સેંજલીયા એ ફરીયાદ નોંધાવી છે કે,  વી.એમ.શાહ હોસ્પિટલમાં સ્ટલીંગ લેબોરેટરી ખાતે આરોપી જલ્પાબેન મનસુખભાઈ રાઠોડ, એ ફરીયાદી કલ્પેશભાઈની સ્ટલીંગ લેબોરેટરીમાં એકાઉન્ટ એન્ડ એડમીન ઓફીસર તરીકે નોકરી કરતા હોય જે પોતાની ફરજ દરમ્યાન લેબોરેટરીના તા.૧૪–૦૬–ર૦ર૦ થી તા.૦૭–૦૭–ર૦ર૦ એમ કુલ ર૪– દિવસ સુધીના રોજે રોજ ના કેલેકશન ના નાણા રોકડ રૂ.૬,૭૧,૪૧૧/– તથા ફરીયાદી કલ્પેશભાઈ ની કંપનીની સાથે ટાઈપમાં રહેલી અલગ અલગ લેબોરેટ્રીના કંપનીને આપવાના થતા નાણા રોકડા રૂ.૧૯,૩૬,૭૩૪/– આરોપી જલ્પાબેનએ મેળવી એમ કુલ રૂ.ર૬,૦૮૧૪પ/– ફરીયાદી કલ્પેશભાઈની કંપનીમાં જમા નહી કરાવી રૂપિયાની ઉચાપત કરી કંપની સાથે ગુનાહીત વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

ક્રિકેટ મેચનો જુગાર રમતો ઝડપાયો : એક ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. મેહુલભાઈ કનુભાઈ ગઢવી એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ, સાધના કોલોની, બીજા નંબરના ગેઈટ પાસે રોડ પર આરોપી દિનેશભાઈ આશરીયાભાઈ માવ એ ફોનમાં લાઈવ પ્રસારણ નિહાળી કાગળની સ્લીપમાં આંકડા લખી સોદા કરી પૈસાની હારજીત નો જુગાર રમી રમાડી, મેચ ઉપર પૈસાની હારજીત કરી મોબાઈલ ફોન કિંમત રૂ.૧ર૦૦૦/– તથા રોકડા રૂ.પ૦૧૦/– મળી કુલ રૂ.૧૭૦૧૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા ફરાર થઈ ગયેલ છે.

તાળા ફંફોળતો ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મીગકોલોની ચેતક ટ્રાવેલ્સની પાસે, શમીર ઉર્ફે બાડો હારૂનભાઈ શેખ, રાત્રીના અંધારામાં લુપાતો છુપાતો દુકાનોના તાળા તપાસતા કોઈ મિલ્કત વિરૂઘ્ધનો ગુનો કરવાની તૈયારીમાં મળી આવતા ગુનો કરેલ છે.

(12:59 pm IST)