Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જુનાગઢ માર્કેટયાર્ડના ચેરમેન -વાઇસ ચેરમેન પદે પટેલ - ગજેરાની વરણી

(વિનુ જોશી) જુનાગઢ : માર્કેટીંગ યાર્ડ જુનાગઢના ચેરમેન તથાવાઇસ ચેરમેનની ચુંટણી પ્રક્રિયા થતાં માર્કેટીંગયાર્ડના ચેરમેન પદે જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે હરેશભાઇ ગજેરાની બિનહરીફ વરણી થઇ છે.

ગત માર્કેટીંગ યાર્ડની સામાન્ય ચુંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો જંગી બહુમતીથી ઝળહળતો વિજય થયો હતો. વેપારી વિભાગની ચાર સીટી બીન હરીફ થયેલ હતી. ખેડતુ પ્રતિનિધિ ૧૦ અને ખરીદ વેચાણ સંઘ વિભાગના બે પ્રતિનિધિઓ. કોંગ્રેસના સુપડા સાફ કરી જંગી બહુમતીથી વિજેતા થયેલા. આજ રોજ સામાન્ય ચુંટણીમાં ચુંટાયેલા ૧૬ અને સરકારશ્રીના બે પ્રતિનિધિઓ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ જુનાગઢ અને જીલ્લા ખેતીવાડી અધિકારી એમ કુલ ૧૮ પ્રતિનિધિઓ એ માર્કેટીંગ યાર્ડ જુનાગઢના ચેરમેનશ્રીનો તાજ કિરીટભાઇ પટેલ અને વાઇસ ચેરમેનશ્રીનો તાજ હરેશભાઇ ગજેરાના શિરે પહેરાવ્યો છે.

વિજયોત્સવના પ્રતિભાવ આપતા ચેરમેન કિરીટભાઇ પટેલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન પ્રભારી ગોરધનભાઇ ઝડફીયા અને તમામ ડીરેકટરોનો આભાર વ્યકત કર્યો હતો અને માર્કેટીંગ યાર્ડની ઉતરોતર પ્રગતિ થાય અને વહીવટમાં પણ પારદર્શકતા જળવાય અને ખડુતોના હિતોનું રક્ષણ થાય એવા સઘન પ્રયત્ન કરીશું એમ જણાવેલ.

(1:00 pm IST)