Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કચ્છના અબડાસા ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ સામે કરી દાદાગીરીની ફરિયાદ- વેડહાર ગામે પિતાપુત્રને માર માર્યો

(ભુજ) અબડાસા વિધાનસભાની પેટાચૂંટણી દરમ્યાન કોંગ્રેસે ભાજપ ઉપર દાદાગીરીનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ ભીમજી વડોરે ચુંટણી અધિકારી નલીયાને લેખિતમાં કરેલ ફરિયાદ મુજબ વાંકુ ગામે ભાજપના પોલીંગ એજન્ટોએ દારુ પી ધમાલ મચાવી ભયનું વાતાવરણ સર્જ્યુ હતું. તો, મોટી વેડહાર ગામ મધ્યે કોંગ્રેસના પોલીંગ એજન્ટ વિક્રમસિંહ સવાઇસિંહ સોઢા અને તેમના પિતા સવાઇસિંહ સોઢાને કોંગ્રેસના એજન્ટ બનવા બદલ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી બુથ છોડવા મજબુર કરાયા હતા. વેડહાર ગામે ભાજપના બે કાર્યકરો મહાસીંહ પીરદાનસીંહ અને સોમસીંહ બહાદુરસીંહનું નામ અપાયું છે. ચુંટણી અધિકારી દ્વારા આવા બનાવ રોકવાની પોલીસને સુચના આપવા રજુઆત કરાઈ છે.

(1:29 pm IST)