Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

૯૫ વર્ષીય દિવાળીબા અને ૯૭ વર્ષીય લાલજીભાઇએ મતદાન કરી યુવા પેઢીને પ્રેરણા આપી :

અમરેલીઃ ૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂકયો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ત્યારે ચલાલા ખાતે ૯૫ વર્ષીય દિવાળીબેન કેશુભાઈ ભંડેરીએ અને ૯૭ વર્ષીય લાલજીભાઈ ભગવાનભાઇ કાકડિયાએ મતદાન કરી યુવાપેઢીને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ધારી વિધાનસભા મતવિસ્તારમાં ૧,૧૩,૩૫૧ પુરુષ મતદારો અને ૧,૦૪,૨૩૮ સ્ત્રી મતદારો એમ કુલ મળી ૨,૧૭,૫૯૫ મતદારોની સંખ્યા નોંધાયેલી છે.

(2:53 pm IST)