Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મોરબીમાં કોંગ્રેસ દ્વારા મશીન બંધની ફરિયાદઃ કન્ટ્રોલ રૂમ સંભાળતાં રણજીત મુંધવા

રાજકોટઃ આજે યોજાયેલ મોરબી પેટા ચુંટણી દરમિયાન રાજકોટનાં કોંગી આગેવાન રણજીત મુંધવા અને તેમની ટીમે વોર્ડ નં. ૧ર અને ૧૩ માં કોંગ્રેસનાં ડીજીટલ કંન્ટ્રોલ રૂમ સંભાળ્યો હતો. તે વખતની તસ્વીર. આજે તેઓએ માધાપરમાં બુથ નં. ૧૬૯ માં ૧૦૦ મીટરની ત્રીજયાની અંદર ભા.જ.પ.ની ઝંડીઓ મતદાનનાં દિવસે પણ લાગેલી હોવાની ફરિયાદ ઓબ્ઝર્વરને કરી હતી. તેમજ વોર્ડ નં. ૧ર માં સ્મીત સ્કુલનાં રૂમ નં. ર બુથ ર૧ર એમાં ઇ.વી.એમ. મશીન બંધ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

(3:32 pm IST)