Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ર૦૧પ-૧૬ માં ૪૩ લાખના ચેક ગૂમ થયેલા

દ્વારકા જિલ્લાની ગ્રાંટેડ શાળાના કર્મચારીઓના જી. પી. એફ. ખાતાની બાકી રકમ અંગે આંદોલનની ચેતવણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩ : ગુજરાત રાજયના શિક્ષણ વિભાગના અંધેર તંત્ર સામે દેવભૂતિ દ્વારકા જિલ્લાના તમામ શૈક્ષણીક બીન શૈક્ષણીક સંઘોએ બાંધો ચડાવી આંદોલનની તૈયારી શરૂ કરતા ભારે ચર્ચા જાગી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ર૦૧૩ માં બન્યો તે પછી પણ ગ્રાંટેડ શાળાના તમામ કર્મચારીઓની જી. પી. એફ. ની રકમ જામનગર કપાઇને મોકલાતી કેમ કે અહીં ખાતા ન હતાં ખુલ્યા...!!
ગત નવેમ્બર, ડીસેમ્બર ર૦૧પ તથા જાન્યુઆરી ર૦૧૬ ની ત્રણ માસની તેતાલીસ લાખ રૂપિયા ઉંપરાંતની રકમના ચેક દ્વારકા જિલ્લામાંથી જામનગર જિ. વિ. ને મોકલાયા જે તેમણે બેંકમાં ના નાખેલા આ ૪૩ લાખની રકમ હજુ સુધી કર્મચારીઓના ખાતામાં જમા પણ થઇ નથી આ રકમ વ્યાજના રૂા. ૧૭.૬૪ લાખ ગણીને ૬૦ લાખ ઉંપરાંતની થાય છે આ રકમ મળ્યા વિના જ કેટલાક કર્મચારી નિવૃત થઇ ગયા તો કેટલાક કોરોનામાં મૃત્યુ પણ પામ્યા છે.
આ ગંભીર પ્ર‘ે અગાઉં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીથી માંડીને સાંસદ, જિ. શિ. કલેકટર તંત્રને રજૂઆત કરવા છતાં યોગ્ય ના થતાં હવે સ્થિતિ એવી થઇ છે કે ટ્રેઝેરી ઇ-પેમેન્ટ ફરજીયાત કરવું પડે છે અને હજુ પણ જી. પી. એફ. ખાતા દ્વારકા જિલ્લાના અલગ ખુલ્યા નથી કે ૬૦.૮પ લાખ સરકારના નાણા વિભાગે ફાળવેલા નથી.
આ મુદ્ દ્વારકા જિલ્લાના તમામ શૈક્ષણીક બીન શૈક્ષણીક સંઘો દ્વારા આગામી ૧૦ દિવસમાં આ પ્ર‘ ના ઉંકેલાય તો આંદોલન તથા કોર્ટમાં લઇ જવાની ચીમકી તમામ તંત્રને આપતા ચર્ચા જાગી છે.

 

(10:19 am IST)