Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કોંગ્રેસમાં હવે લડાયક નેતૃત્વ જરૂરીઃ ગ્યાસુદીન શેખ

ભાજપે મુખ્યમંત્રી સહીતનાં હોદાઓ એક ઝાટકે () નાંખ્યા જયારે કોંગ્રેસમાં હજુ સુધી પ્રમુખ અને વિપક્ષી નેતાનો મુદો લટકી રહ્યો છે તેથી કાર્યકરો નિરૂત્સાહીઃ રાહુલ ગાંધીને ટવીટ કરી વિનંતી કરતા કોંગ્રેસ ધારાસભ્ય

ગુજરાતમાં આવતા ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ કોંગ્રેસે હજી સુધી સંગઠનના નવા માળખાની રચના ન કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને ટ્વિટ કરી ગુજરાતમાં પ્રજાના હિતમાં કામ કરી શકે તેવી લડાયક નેતાગીરી ઊભી કરવા વિનંતી કરી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કારમા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ જવાબદારી સ્વીકારી રાજીનામા ધરી દીધા હતા. જો કે, હાઈકમાન્ડ દ્વારા હજી સુધી તેમના રાજીનામા સ્વીકારાયા નથી. આથી બંને નેતાઓ તેમના હોદ્દા પર હજી ચાલુ જ છે. પરંતુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અવઢવમાં છે કારણ કે, હાઈકમાન્ડ હજી સુધી મગનું નામ મરી પાડતી ન હોવાથી લડાયક નેતૃત્વના અભાવે કાર્યકરોમાં ઉત્સાહનોઅભાવ જોવા મળી રહ્યો છે.

આ અગાઉ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ હાઈકમાન્ડે લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ રાજસ્થાનના આરોગ્યમંત્રી ડો.રઘુ શર્માની ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂંક કરી છે . જેમણે આવતા વેંત કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો કરી કયા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા કે કોને વિરોધપક્ષના નેતા બનાવવા તે અંગે તમામનો મત જાણ્યો હતો . ત્યારબાદ દિવાળીઅગાઉ રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાતના ૨૫ નેતાઓ સાથે નવી નેતાગીરી અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા વિચારણા બાદ હાર્દિક પટેલના નામની દરખાસ્ત રજૂ ક૨ી હતી. જો કે, મોટાભાગના સિનિયર નેતાઓએ હાર્દિક પટેલના નામનો વિરોધ દર્શાવી કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારતા હાઈકમાન્ડે પણ જાહેરાત કરવાનું ટાળ્યું હતું . દિવાળી અગાઉ જાહેરાત કરવાનું નક્કી કર્યા બાદ ભારે વિરોધ જોતા દિવાળી વીતી ગયાને મહિનો થવા આવ્યો છતાં હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. આ તમામ પરિસ્થિતિથી ચિંતિત થઈ કોંગ્રેસના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધીને ટ્વિટ કરી પોતાની લાગણી વ્યકત કરી જણાવ્યું છે કે, ભાજપે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ બદલી નાખ્યા છે. આ ખૂબ જ સુચક અને કોંગ્રેસ માટે પરિસ્થિતિ અનુકૂળ બની શકે છે. આથી પ્રજાના હિતમાં વહેલી તકે આક્રમક નેતૃત્વ પ્રદાન કરવાની આવશ્યકતા છે.

(10:20 am IST)