Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનની રાહત મેળવવા ૨૪મી સુધીમાં ઓન-લાઇન અરજી કરો

રાજય સરકારનાં કિશાન હિતલક્ષી નિર્ણયને આવકારતાં અમરેલી જીલ્લા ભા.જ.પ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા

સાવરકુંડલા, તા.૩: ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન સંદર્ભે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન. કૃષિમંત્રી શ્રી રાદ્યવજીભાઈ પટેલ દ્વારા ફેઝ-૨માં રૂ.૫૩૧ કરોડનું કૃષિ રાહત પેકેજ રાજય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે આ નિર્ણયને આવકારી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રી શ્રી રાદ્યવજીભાઈ પટેલ નો આભાર વ્યકત કર્યો.

રાજયના ૯ જિલ્લાના ૩૭ તાલુકાના ૧૫૩૦ ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને એસડીઆરએફના ધોરણે લાભ અપાશે. ખેડુતોને રૂ.૬૮૦૦ પ્રતિ હેકટર લેખે મહત્ત્।મ બે હેકટરની મર્યાદામાં સહાય ચૂકવાશેૅં ખાતેદારનો નુકસાનગ્રસ્ત વિસ્તાર ૦.૫ હેકટર હશે તો તે ખેડૂતને રૂ.૪૦૦૦ ચુકવાશે. આ પેકેજ હેઠળ અંદાજીત ૭.૬૫ લાખ હેકટર વિસ્તારમાં ૫.૦૬ લાખ ખેડૂત ખાતેદારોને રૂ.૫૩૧ કરોડ સહાય ચૂકવાશે. ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી તા.૦૬ થી તા.૨૪ ડીસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે. ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરાઇ જેનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

ખેડૂતોના હિતને વરેલી ભાજપા સરકારે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજયમાં થયેલ ભારે વરસાદને પરિણામે ફેઝ-૨ હેઠળ રાજયના ૯ જિલ્લાઓમાં ખેડૂતોને થયેલ પાક નુકશાની સંદર્ભે રૂ.૫૩૧ કરોડનું માતબર કૃષિ રાહત પેકેજ આજે જાહેર કર્યું છે.

અગાઉ રાજય સરકારે પ્રથમ તબક્કામાં રાહત પેકેજ જાહેર કર્યુ હતુ. જેમાં અન્ય જિલ્લાના ખેડૂતોની માંગણી આવતાં એ માટે સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. સર્વે પૂર્ણ થયા બાદ રાજયના ૯ જિલ્લાના ૩૭ તાલુકાના ૧૫૩૦ ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને આ પેકેજ હેઠળ આવરી લઇ એસડીઆરએફના ધોરણ મુજબ સહાય ચૂકવાશે. રાજયના અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના ખેડૂતોને આ પેકેજ અંતર્ગત આવરી લેવાયા છે.

આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના-વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર રાજય સરકાર દ્વારા તા.૦૬ ડીસેમ્બર,૨૦૨૧ થી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ડિજિટલ ગુજરાત માધ્યમ પર ખુલ્લુ મૂકવામાં આવશે. આ માટે તા.૦૬ ડીસેમ્બર,૨૦૨૧ થી તા.૨૪ ડીસેમ્બર,૨૦૨૧ સુધીમાં ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુકત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળોના - વાંધા અંગેનો સંમંતિ પત્રઙ્ખ વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં જે માટેનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

(10:25 am IST)