Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

લાઠીથી ભીંગરાડ રોડ સ્ટેટ હાઇવેમાં અપગ્રેડ કરાવી ૨ કરોડના ખર્ચે રસ્તા કામનો પ્રારંભ

જિલ્લા પંચાયતમાંથી અપગ્રેડ કરાવી બાળાઓના હસ્તે ડામર કામનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

(નંદલાલ પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૩ : લાઠીથી ભીંગરાડ ગામ સુધીનો આશરે ૧૫ કિલોમીટરનો માર્ગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા પંચાયતમાંથી અપગ્રેડ કરાવી રાજય ધોરીમાર્ગમાં સમાવેશ કરાવી રાજય સરકારમાંથી માર્ગ માટે રૂપિયા ૨ કરોડ મંજુર કરાવી નવો માર્ગ બનાવવામાં માટે કામગીરી શરૂ કરાવી હતી.

હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે આચાર સહિતા અમલમાં હોવાથી નાની બાળાઓના હસ્તે રોડનું કામ શરૂ કરાવી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આખા માર્ગનું પૂરતું નિરીક્ષણ કર્યું હતું.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે લાઠીથી ભીંગરાડ સુધીનો ૧૫ કિલોમીટરનો માર્ગ ખુબજ મહત્વનો હોવાથી રોડનું કામ ગુણવત્તાસભર બને માટે પૂરતું ઓડિટ જરૂરી છે આ માર્ગ હાલ ૩.૭૫, મીટરની પહોળાઈ છે પણ સ્થાનિક ગામલોકો અને અગ્રણીઓની રજુઆતના પગલે ૫.૫૦ મીટરની પહોળાઈ સાથે કરવામાં આવશે.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની માર્ગ નિરીક્ષણ સમયે સ્થાનીક કોંગ્રેસના પ્રમુખ ધીરૂભાઈ ધોળકિયા,આંબાભાઈ કાકડીયા, જીતુભાઇ વાળા, ભુપેન્દ્રભાઈ સેજુ, કાનાભાઈ ગંગાડીયા, દિનેશભાઇ સેજુ, મહેન્દ્રભાઈ ડેર, અહેમદ શેખ, સંજયભાઈ સેજુ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:21 am IST)