Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

દ્વારકા જિલ્લામાં તંત્ર ઓમીક્રોન સામે સજ્જ...!

વિદેશથી આવતાને કોરન્ટાઇન રોજ ૧૦૦૦ના ટેસ્ટ

ખંભાળીયા તા. ૩ : દેવભૂમિ દ્વારકાના પાડોશી જિલ્લા જામનગરમાં કોરોનાનો વ્યાપક ફેલાવો એક દિવસમાં સાત નવા કેસ નોંધાતા તથા ભારતમાં ઓમીકોર્ન કોરોના વાયરલનો ફેલાવો થવા લાગતા તેની સામે દ્વારકા જિલ્લાનું આરોગ્ય તથા વહીવટી તંત્ર પણ સજ્જ થયું છે.
જિલ્લા કલેકટરશ્રી એમ. એ. પંડયાની આગેવાની હેઠળ અધિક નીવાસી કલેકટરશ્રી કે. એમ. જાની, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. રાજ સુતરીયા, એમ. ડી. જેઠવા વિ. દ્વારા ટીમો બનાવીને સમગ્ર જિલ્લામાં રોજ ચારેય તાલુકામાં ૮૦૦, ૧૦૦૦ આર્ટિહિથ્થર ટેસ્ટ થાય તેવું આયોજન કરાયું છે તથા સરકારી તથા સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રયાસોથી હવે દરેક સ્થળે ઓકિસજન પાઇપ લાઇનોથી મળી રહે તેવું આયોજન સંપૂર્ણ પણે કાર્યાન્વીત થઇ ગયું છે. ખંભાળીયા સરકારી જિલ્લા હોસ્પિટલ, દ્વારકા સબ જિલ્લા હોસ્પિટલ, જામરાવલ સરકારી હોસ્પિટલ તથા ભાણવડ મળી તમામ સ્થળોએ રપ૧૬ લીટર ઓકિસજન સાથેના પ્લાંટની વ્યવસ્થા રખાઇ છે. જેથી કયાંય ઓકિસજનની ઉંણપ ના રહે  તથા દરેક હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ ઓકિસજન ફેસેલીટી સાથેના બેડની વ્યવસ્થા સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં પણ કરાઇ છે. ચોકકસ દેશોમાંથી આવતા પ્રવાસીઓને ગાઇડ લાઇન મુજબ કોરન્ટાઇન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

(10:22 am IST)