Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

પ્રવાસી શિક્ષકોને મંજૂરી, વેતન, વધારો શિક્ષક, આચાર્ય ભરતી થશે

ગુજરાત રાજય આચાર્ય સંઘની રજૂઆતને સફળતા

ખંભાળીયા તા. ૩ : ગુજરાત રાજય આચાર્ય સંઘના પ્રમુખશ્રી જે. પી. પટેલ, મહામંત્રી ઉંમેશભાઇ પટેલ તથા અગ્રણી બોર્ડના પૂર્વ સદસ્યો શ્રી ભાનુભાઇ પટેલ, ભરતભાઇ ચૌધરી વિ. દ્વારા પડતર પ્ર‘ો અંગે રાજયના શિક્ષણ મંત્રીશ્રીઓ જીતુભાઇ વાઘાણી તથા કીર્તિસિંહ વાઘેલા, સાથે રજૂઆત તથા ચર્ચાઓ થઇ હતી જે મીટીંગની ફલશ્રુતિ રૂપે રાજયના શિક્ષણ મંત્રીશ્રી વાઘાણીએ રાજયમાં પ્રવાસી શિક્ષકોની વેતન વધારા સાથે મંજૂરી આપી છે તથા તા. ૮-૧ર-ર૧ થી આચાર્યોની ભરતી માટેની એચ-મેટ પરીક્ષા માટે ડોકયુમેન્ટ વેરીફિકેશનની કાર્યવાહી પણ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ ઉંપરાંત નવ નિયુકત આચાર્યોને એક ઇજાફાનો લાભ, જુના શિક્ષક ભરતી, કલાર્ક ભરતી વિ. કાર્યો સાથે તમામ પ્ર‘ોનો સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને નિકાલ આવે તેવા તમામ પ્રયત્નો કરવા રાજયના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી તથા કીર્તિસિંહ વાઘેલાએ ખાત્રી આપી છે.
આગામી માર્ચ-ર૦રર માં બોર્ડની પરીક્ષાઓ યોજાય છે ત્યારે પ્રવાસી શિક્ષકો ખાલી જગ્યાઓ માટે ખુબ મદદરૂપ થશે.

 

(10:25 am IST)