Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાના ગામોમાં કલેકટરની મુલાકાત

ખંભાળીયા, તા. ૩ : તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી એમ.એ. પંડયાએ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી જી.કે. રાઠોડ તથા પ્રાંત અધિકારીશ્રી સંજય કેશવાળા સાથે કલ્યાણપુર તથા દ્વારા તાલુકાની મુલાકાત લીધી હતી.
કલ્યાણપુર તાલુકાના નંદાણા તથા દ્વારકા તાલુકાના ઓખામઢી અને ધ્રેવાડ ગામોની મુલાકાત લીધી હતી.
આ બન્ને તાલુકાના મતદાન બુથો તથા તેની કામગીરી તથા રસીકરણ કાર્યવાહી કોરોના સંદર્ભે ચાલતી હતી તેવા સ્થળોની પણ તેમણે મુલાકાત લીધી હતી તથા યુવાનોને મતદાર નોંધણી માટે તથા રસીકરણમાં બાકી રહી ગયેલાઓને રસીકરણ કાર્ય પૂર્ણ કરવા અપીલ કરી હતી.

 

(10:41 am IST)