Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ગોંડલ નજીક ટ્રેન અડફેટે પશુઓનો કચ્ચરઘાણ નીકળી ગયો

બે ગાય, એક ગર્ભવતી ગાય, એક ભેંસ અને એક વાછરડું મોતને ભેટયાઃ અરેરાટી

ગોંડલ, તા.૩: ગોંડલ નજીકના રેલવે ટ્રેક ઉપર અવાર-નવાર અકસ્માતો સર્જાયા જ કરતા હોય છે ત્યારે અત્રેના સાંઢિયા પુલ નજીક ઓખા રાજકોટ પોરબંદર ટ્રેન અડફેટે પશુઓ હડફેટે ચડતા કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નજીક નેશનલ હાઈવે અકસ્માત માટે કુખ્યાત બન્યો છે ત્યારે રેલવે ટ્રેક ઉપર પણ છાશવારે અકસ્માતો સર્જાયા કરતા હોય દરમિયાન અત્રેના સાંઢિયા પુલ નજીક સાંજના સુમારે ઓખા રાજકોટ પોરબંદર ૧૬૭૯૫ ટ્રેન અડફેટે બે ગાય, એક ગર્ભવતી ગાય, એક ભેંસ અને એક વાછરડું ચડી જતા પશુઓના મોત નિપજયા હતા બનાવના પગલે ટ્રેનને થંભાવી દેવામાં આવી હતી રેલવે તંત્ર દોડતું થયું હતું.

અકસ્માતની કરુણતા એ હતી કે એક ગાય ગર્ભવતી હતી જે ટ્રેન અડફેટે ચડી જતા ટ્રેનની નીચે ફંગોળાઇ હતી અને તેનું પેટ ચિરાઈ જતાં કરુણાભર્યા દ્રશ્યો સર્જાયા હતા.(તસવીર-જીતેન્દ્ર આચાર્ય)

(12:03 pm IST)