Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

રાજુલા જાફરાબાદમાં સુકવેલ મચ્છી પણ પલળી ગઇ

 રાજુલા : જાફરાબાદ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં રહેલો રવિ પાક જેવો કે ઘઉં, કપાસ, મગ, તલ, અજમા, ચણાને બાગયતી પાકોને સહિતના પાકોને ભારે નુકશાન છે. તાલુકાભરના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભલો રવિ પાક જેવા કે જીરું,ચણા, ઘઉં સહિતના બાગાયતી પાકોને નુકશાન થયેલ છે. તેમજ પશુઓનો ઘાસચારોમાં પણ અને હાલ લગ્નની સિઝન હોવાને કારણે મંડપ ડેકોરેશનના વેપારી લોકોને પણ ભારે વરસાદના કારણે નુકશાની છે. રાજુલા જાફરાબાદ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતા રવિ પાક તેમજ ફિશરમેનો માછીમારો અને મંડપ ડેકોરેશનના વેપારી થયેલ નુકશાન બાબતે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા મુખ્યમંત્રીશ્રી સહિતનાનું ધ્યાન દોરીને આવા નુકશાનગ્રસ્ત વિસ્તારોને કઇકને કંઇક સહાય સકાર દ્વારા મળે તેવી રજુઆત કરેલ છે. રાજુલા જાફરાબાદમાં પરમ દી' રાત્રે ૧૧ થી ચાર વાગ્યા સુધી પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાવાઝોડુ શરૂ થયેલ હોય જેથી લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. પવનની ગતિ ૭૦ થી ૮૦ હતી આ પવનના સુસવાટાને કારણે કેટલીક જગ્યાએ નળીયા ઉડ્યા હતા અને કેટલીક જગ્યાએ ઝાડ પણ પડ્યાંએ બનાવ બનવા પામેલ છે.

(10:58 am IST)