Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મોરબીમાં ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ.

મોરબી જીલ્લા, શહેર અને તાલુકાના હોદેદારો સાથે બેઠક : આગેવાનોએ સંગઠન મજબુત બનાવવા અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી

મોરબી :  આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણીની તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે અને સંગઠનને મજબુત બનાવવા માટે કવાયત ચાલી રહી છે ત્યારે આજે મોરબી ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં કાર્યકરો અને પદાધિકારીઓની મીટીંગ યોજાઈ હતી

મોરબી સર્કીટ હાઉસ ખાતે આજે આમ આદમી પાર્ટીના ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠીયા, અજીતભાઈ લોખીલની અધ્યક્ષતામાં પાર્ટી મીટીંગ યોજવામાં આવી હતી આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા, શહેર અને તાલુકાના હોદેદારો સાથે બેઠક યોજાઈ હતી જેમાં આગેવાનોએ સંગઠન મજબુત બનાવવા અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

(11:13 am IST)