Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પ યોજાયો.

મોરબી :  સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આજરોજ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ આજે સવારથી સાંજ સુધી મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો

આયુષ્માન કાર્ડ કેમ્પને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોષી, ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા, નરેન્દ્રભાઇ મેહતા, સુરેશભાઈ ત્રિવેદી તથા મનોજભાઈ પંડ્યા, આર્યન ત્રિવેદી, ધ્વનીતભાઈ દવે, વિવેકભાઈ શુક્લ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી
કાર્યક્રમમાં બ્રહ્મઅગ્રણી અનિલભાઈ મેહતા, ભુપતભાઈ પંડ્યા, મુકેશભાઈ જાની (ભૂદેવ), એડવોકેટ મનીષભાઈ જોષી, શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા, મુકુન્દભાઈ જોષી સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.

(11:14 am IST)