Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મોરબી જીલ્લાની ગ્રામ પંચાયત ચુંટણી માટે આજે વધુ ૮૨૨ ફોર્મ ભરાયા.

સરપંચ માટે ૧૭૫ જયારે સભ્ય માટે ૬૪૭ ફોર્મ ભરાયા.

મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં આજે સરપંચ માટે ૧૭૫ અને સભ્ય માટે ૬૪૭ ફોર્મ મળીને આજે વધુ ૮૨૨ ફોર્મ ભરવામાં આવ્યા છે
આજે મોરબી જીલ્લા ગ્રામ પંચાયત ચુંટણી માટે મોરબી તાલુકામાં સરપંચ ના ૫૬ અને સભ્યના ૨૪૫ ફોર્મ, ટંકારામાં સરપંચ માટે ૧૭ અને સભ્ય માટે ૬૫ ફોર્મ, હળવદ તાલુકામાં સરપંચના ૨૮ અને સભ્યના ૮૬ ફોર્મ, વાંકાનેર તાલુકામાં સરપંચના ૫૯ અને સભ્યના ૨૦૮ ફોર્મ તેમજ માળિયા તાલુકામાં સરપંચના ૧૫ અને સભ્યના ૪૩ ફોર્મ ભરાયા છે અને આજે જીલ્લાના પાંચ તાલુકામાં સરપંચ માટે ૧૭૫ અને સભ્ય માટે ૬૪૭ ફોર્મ મળીને ૮૨૨ ફોર્મ ભરાયા છે તો અત્યાર સુધીમાં જીલ્લામાં સરપંચ માટે કુલ ૨૬૨ ફોર્મ અને સભ્ય માટે કુલ ૯૪૭ ફોર્મ ભરાયા છે.

(11:19 am IST)