Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મોરબીના લાલપર નજીક લાયસન્સ વિના સિક્યુરીટી એજન્સી ચલાવનાર ઝડપાયો.

મોરબી તાલુકાના લાલપર ગામે લાયસન્સ વિના પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલકને મોરબી એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર ગામની સીમમાં આવેલ સનગ્લોસ કારખાના વાળા રોડ પર આવેલ રેન્બો લેમિનેટસ પ્રા લી યુનિટ ૨ કારખાનામાં આરોપી સેરસિંગ છતરસિંગ લોધી (ઉ.વ.૬૦) (રહે મૂળ એમપી વાળા) પાસે સિક્યુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ના હોવા છતાં કારખાનામાં પ્રાઈવેટ સિક્યુરીટી ગાર્ડ પુરા પાડી એજન્સી ચલાવતો મળી આવ્યો હોય જેથી આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
 આ કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલની ટીમના રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઈ મોરી, મહાવીરસિંહ પરમાર, સતીશભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા અને સંદીપભાઈ માવલા સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:20 am IST)