Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મોરબીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિતે ઉર્જા બચાવો સમૃદ્ધી લાવો વિષય પર સ્પર્ધા.

મોરબી : “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબી દ્વારા આયોજીત “રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ “14- ડિસેમ્બર નાં “ઊર્જા બચાવો – સમૃધ્ધિ લાવો”  અનુસંધાને ઊર્જાની જાળવણી (સંરક્ષણ) કરવાની કોઈપણ એક  રીત ઉદાહરણ સ્વરૂપે ડ્રોઈંગ સીટ માં દોરી  તેને સમજાવતા હોય તેવો વિડીયો બનાવી  મોકલી આપો.
કેટેગરી મુજબ  સ્પર્ધક ને આવડતો હોય તેવાં કોઈપણ એક ઊર્જા બચત ની 1 × 1.5  ફુટ ની ડ્રોઈંગ સીટ માં  દોરી તે રીત  સમજાવતો વિડીયો બનાવી  ભાગ લઈ શકશો.
કેટેગરી -1 (ધો. 1,2,3,4)
ઊર્જા બચત ની  કોઈપણ એક રીત ઉદાહરણ આપીને સમજાવો …
કેટેગરી-2 (ધો- 5,.6,7,8)
ઊર્જા ની જાળવણી કરવાની  કોઈપણ એક  રીત  દોરી ને સમજાવો …
કેટેગરી -3 ( ધો.9, 10, 11, 12 )
ઊર્જા નાં સંરક્ષણ  માટે કોઈપણ એક પ્રયોગ ઉદાહરણ આપી સમજાવો..
કેટેગરી-4 (કૉલેજ નાં વિદ્યાર્થીઓ,  શિક્ષકમિત્રો અને વાલીઓ )
ઊર્જા સંરક્ષણ અંગે કોઈપણ એક પ્રયોગ દોરી સમજાવતો વિડીયો બનાવી મોકલી આપો
આપને આવડતો હોય તેવો કોઈપણ એક ઊર્જા સંરક્ષણ નો પ્રયોગ (ઉદાહરણ) દોરી  સમજાવો સ્પર્ધા ની છેલ્લી તારીખ:- 14 /12/ 2021 રાત્રે 9=00 સુધી માં  નીચે દર્શાવેલ કોઈપણ એક વૉટ્સેપ નંબર પર  વોટસેપ નંબર પર મોકલી આપો.
એલ.એમ.ભટ્ટ 90990 86386
દિપેનભાઈ ભટ્ટ  97279 86386

(11:38 am IST)