Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ટંકારા પાસે બ્રીજ કન્સ્ટ્રકશન સાઈડ પરથી ભંગાર ચોરી કરનાર રાજકોટની ત્રિપુટી પકડાઈ

તસ્વીરમાં પકડાયેલ ત્રિપુટી ચોરાઉ ભંગાર સાથે નજરે પડે છે (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

મોરબી, તા. ૩ :. ટંકારા નજીક બ્રીજના કન્સ્ટ્રકશન સાઈડ પરથી ભંગાર ચોરી કરનાર ત્રિપુટીને ટંકારા પોલીસે ઝડપી લીધી હતી.

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા સીપીઆઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મીતાણા છોકડી પર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ સી એન જી રીક્ષા ઉભી રાખવા છતાં ન રોકાતા ટંકારા પોલીસના સતીશભાઈ બસિયાએ પીછો કરી સીએનજી રીક્ષા રોકી ચેકિંગ કરતા તેમાંથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા અન્ય લોખંડનો ભંગાર મળી આવતા રીક્ષામાં રહેલ રાહુલ મોહનભાઈ ચાંડપા રહે-જંગલેસ્વર રાજકોટ, ભરત નાનજીભાઈ ટોયટા રહે-વાછકપર બેડી જી.રાજકોટ અને રોનક અશોકભાઈ ચાંડપા રહે જંગલેસ્વર રાજકોટ વાળાની વધુ પુછપરછ કરતા ટંકારા નજીકથી લોખંડનું શેરડીના રસ કાઢવાની મશીન તથા બ્રીજ પર ચાલતા કન્સ્ટ્રકશન પરથી લોખંડનો ભંગારની ચોરી કરી હોવાની કબુલાત આપતા ત્રણેયને અટક કરીને લોખંડનો ભંગાર આશરે ૧૦૦ કી.લો કીમત રૂ.૧૦૦૦, શેરડીના રસ કાઢવાનું મશીન કીમત રૂ.૨૦૦૦ અને સી એન જી રીક્ષા જીજે ૦૩ બિયું ૪૧૧૧ કીમત રૂ.૫૦,૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા પોલીસની આ કામગીરીમાં પ્રો.પી.આઈ. એન એ વસાવા, પીએસઆઈ બી ડી પરમાર, એમ કે બલોચ, વિજયભાઈ બાર, હિતેશભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિદ્ધરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ ઝાલા, સતીશભાઈ બસિયા સહિતની ટીમે કરેલ છે.

(12:45 pm IST)