Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વિસાવદર તાલુકા શહેર ભાજપની કારોબારી બેઠક યાર્ડ ખાતે યોજાઇ

જુનાગઢઃ વિસાવદર તાલુકા શહેર ભાજપની કારોબારી તા.ર ને ગુરૂવારે  બપોરે ૩ વાગ્યે માર્કેટીંગ યાર્ડ ખાતે મળેલ હતી. જેમાં  વિસાવદર તાલુકા શહેર મંડળમાં આવતા જીલ્લા પ્રદેશ તાલુકાના હોદેદારો, તાલુકા જિલ્લા ગત ચુંટણી લડેલા ઉમેદવારો તમામ મંડળમાં આવતા તાલુકા જીલ્લા સેલ મોરચાના હોદેદારો, મંડળમાં આવતા શકિતકેન્દ્રના સંયોજક, પ્રભારી તેમજ મંડળમાં આવતા બુથ પ્રમુખો, સિનીયર કાર્યકર્તા, આગેવાનો, તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રી, અપેક્ષીત કાર્યકર્તાઓ, ચુંટણીના કામે તેમજ વરસાદી વાતાવરણ હોવા છતા ખુબ સારી એવી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહયા હતા. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે હાજરી આપી. ઘનશ્યામભાઇએ રાજકીય પ્રસ્તાવ રજુ કરી ભારત માતાને પરમવૈભવના સ્થાને પહોંચવાની નેમ સાથે આગળ વધવાની હાંકલ કરી હતી. તેમજ પુર્વમંત્રી પુર્વ ધારાસભ્ય કનુભાઇ ભાલાળાએ સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ રજુ કર્યો હતો.

(1:16 pm IST)