Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

બિહારની ચાદરગેંગના ૭ ઇસમો અમદાવાદથી ઝડપાયા : મોબાઇલ ચોરી નેપાળમાં વેંચે છે

આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ઘોડાસહન ગેંગએ આચરેલ ચાર ચોરીનો ભેદ ઉકેલતી જૂનાગઢ પોલીસ

જુનાગઢ,તા.૩ : આંતરાજ્ય ઘરફોડ ચોરી કરી ચોરી કરેલ મુદામાલ નેપાળ દેશમાં વેચી નાખતી બિહાર રાજ્યની ચાદર ગેંગ ( ધોડાસહન ગેંગના ) મુખ્ય સાત ઇસમોને પકડી પાડી કિ.રૂ. ૧૭,૧૨,૮૨૯ / - નો મુદામાલ રીકવર કરી ગુજરાત તથા અન્ય રાજ્યના મળી કુલ – ૪ અનડીટેકટ ગુન્હા  ક્રાઇમ બ્રાન્ચએ શોધી કાઢી છે.

 એમ.જી.રોડ ઉપર આવેલ  ''ફોન વાલા'' નામની દુકાનમાં ગઇ તા .૨૯ / ૧૧ / ૨૦૨૧ ના  કોઇ અજાણ્યા ઇસમોએ દુકાનનું શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કરી તેમાંથી અલગ - અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૪૯ કિ.રૂા .૧૦,૩૪,૧૨૬/- તથા અલગ અલગ કંપનીના ચાર્જર તથા હેન્ડસ ફ્રી , બ્લુટુથ વિગેરે કિ.રૂ .૩,૮૩,૭૧૭/- તથા એસેસરીઝ તથા રોકડ આશરે રૂ.૮૦,૦૦૦/- મળી કુલ ૫.૧૪,૯૭,૮૪૩/- ના મુદામાલની ચોરી કરી ગુન્હો કરેલ હોય  જે બાબતે ''બી '' ડીવી પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૩૦૨૪૨૧૧૯૮૧ / ૨૧ આઇ.પી.સી. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો રજી થયેલ . જે બાબતે  પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક  રવિતેજા વાસમશેટ્ટી સાહેબ જિલ્લામાં બનતા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા અને આવા આરોપીઓને શોધી કાઢી મુદામાલ રીકવર કરવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય

ઉપરોકત ગુન્હો ડીટેકટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ, ઇચા.પોલીસ ઇન્સ.  એચ.આઇ.ભાટી , પો.સ.ઇ.  ડી.જી.બડવા,  એ.ડી.વાળા તથા ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. પો.સ્ટાફની અલગ ટીમો બનાવી તથા નાયબ પોલીસ અધિક્ષક   પી.જી.જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બી ડીવી.પો.સ્ટે.ના. પ્રો . પો.ઇ.શ્રી આર.એસ.પટેલ તથા પો.સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી  બનાવ સ્થળના તથા આજૂબાજૂના સીસીટીવી ફુટેઝ તથા ટેકનિકલ સેલ તથા ખાનગી બાતમીદારો દ્વારા   પ્રયત્નો હાથ ધરતા અને સીસીટીવી ફુટેઝ મેળવી તેનું અવલોકન કરતા આ બનાવમાં કુલ – ૭ અજાણ્યા ઇસમો સંડોવાયેલ હોવાનુ જાણવા મળેલ .

જે સીસીટીવી આધારે ફુટેઝમાં દેખાઇ આવતા સાતેય ઇસમોની ઓળખ કરવા અને તેઓને શોધી કાઢવા માટે અંગત સોર્સની તથા અમદાવાદ ક્રાઇમ , વડોદરા રેલ્વે ક્રાઇમ , અમદાવાદ રેલ્વે ક્રાઇમ તથા નડીયાદ રેલ્વે પો.સ્ટે . તથા રાજકોટ રેલ્વે પો.સ્ટે.ની મદદ મેળવી તે દિશામાં વધુ તપાસ હાથ ધરતા ઇચા.પો.ઇ.  એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.  ડી.જી.બડવા તથા પો.હે.કો. વિક્રમભાઇ ચાવડા , સાહીલભાઇ સમા , જયદિપભાઇ કનેરીયાને સંયુકતમાં ખાનગી બાતમીદારો દ્વારા હકિકત મળેલ કે , આ ગુન્હામાં મુળ બિહારના અને હાલ અમદાવાદ નારોલ ખાતે શાહવાડી ઝુંપડ પટ્ટી વિસ્તારમાં ખોલીમાં રહેતા નિજામુદીન મીયા , નઇમ ફકીર , મોબીન દેવાન , ગુલશન કુશવાહા નામના ઇસમો તથા તેની સાથેના બીજા ઇસમો સંડોવાયેલ છે . જે ચોક્ક્સ હકિકત મળતા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.હે.કો. વિક્રમભાઇ ચાવડા , પો.કો. સાહીલ સમા, જયદિપ કનેરીયા તથા ડ્રા.પો.કો. જગદિશભાઇ ભાટુ નાઓ સાથે અમદાવાદ નારોલ ખાતે તપાસમાં મોકલેલ અને તેઓએ અમદાવાદ ક્રાઇમની મદદથી અમદાવાદ નારોલ ખાતે લોકલ બાતમીદારો ઉભા કરી તપાસ કરતા કુલ – ૫ ઇસમો અમદાવાદ નારોલ શાહવાડીમાં આવેલ ખોલીઓમાંથી મળી આવેલ અને તેઓની પાસેના એક કાળા કલરના રેકજીનના થેલામાંથી જૂદી જૂદી કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ તથા મોબાઇલ ફોનના ચાર્જર તથા એસેસરીઝ વિગેરે મળી આવતા પાંચેય ઇસમોને આ અંગે પુછપરછ કરતા ક ખરાઇ કરતા ફુટેઝમાં દેખાતા ૭ ઇસમો પૈકી મળી આવેલ પાંચ ઇસમોની તેમાં હાજરી જણાતી હોય અને અન્ય બે ઇસમો હાજર ન હોય . જેથી આ કામે અન્ય બે ઇસમો અંગે પુછપરછ કરતા બંને ઇસમો હાલ ભાવનગર મુકામે હોવાનું જણાવેલ.

બંને ઇસમોને પકડી લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચના પો.કો. ડાયાભાઇ કરમટા , મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા.પો.કો. મુકેશભાઇ કોડીયાતરને ભાવનગર રવાના કરેલ અને મળી આવેલ પાંચ ઇસમોને મુદામાલ સાથે ઉપરોકત ગુન્હાના કામે પુછપરછ કરતા તથા તેમની પાસેથી મળી આવેલ મોબાઇલ ફોનની ખરાઇ કરવા માટે રાઉન્ડઅપ કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ અને તેમજ ભાવનગર ખાતે ગયેલ અલગ ટીમ દ્વારા ઉપરોકત બંને ઇસમોને ભાવનગર બસ સ્ટેશન ખાતેથી રાઉન્ડઅપ કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવતા સાતેય ઇસમોને સાથે રાખી પુછપરછ કરતા મળી આવેલ મોબાઇલ ફોન તેઓએ વેચવા માટે લીધેલ હોવાની હકિકત જણાવતા મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. આ કામની એફ.આઇ.આર.માં જણાવેલ મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. સાથે ખરાઇ કરતા લગતા મળતા આવતા હોય. જેથી સાતેય ઇસમો ભાંગી પડેલ

ગઇ તા .૨૨ / ૧૧ / ૨૦૨૧ ના રોજ તેઓ બિહાર રાજ્ય તેમના વતનથી અમદાવાદ આવેલ હતા અને તા .૨૬ / ૧૧ / ૨૦૨૧ ના રોજ ગુલશન તથા નઇમ બંને જણા જૂનાગઢ કાળવા ચોકમાં ચોરી કરેલ દુકાને રેકી કરી ગયેલ હતા અને તા .૨૮ / ૧૧ / ૨૦૨૧ ના રાત્રીના અમદાવાદથી જૂનાગઢ આવવા નિકળેલ અને તા .૨૯ / ૧૧ / ૨૦૨૧ના રોજ વહેલી સવારના જૂનાગઢ પહોંચતા ફોનવાલા નામની દુકાને ગયેલ અને દુકાનના લોકમાં ચાદર ભરાવી બળ વાપરી શટર ઉંચુ કરી નાખેલ અને ગુલશન દુકાનમાં અંદર જઇ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની ચોરી કરી આવેલ અને  મોબાઇલ ફોન થેલામાં રાખી બધા સાથે અમદાવાદ જતા રહેલ હોવાની હકિકત જણાવતા હોય, જેથી  સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે લેવામાં આવેલ છે .

 હસ્તગત કરેલ આરોપીઓ તથા કબ્જે કરેલ મુદામાલ તથા આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ - (૧) ગોવિંદ મદન શાહરહે . ઘોડાસહન ગામ , સરસ્વતી ચોક, થાના-ધોડાસહન તા.ઘોડાસહન જી.ઇસ્ટ ચંપારણ ( મોતીહારી ) રાજય બિહાર - (૨) નિજામુદીન હલીમ મીયા દરજી , મુસ્લીમ રહે . ઘોડાસહન ગામ જોડા મંદિર પાસે , તા.ઘોડાસહન જી . ઇસ્ટ ચંપારણ ( મોતીહારી ) રાજય બિહાર વિશાખાપટનમમાં સી.સી.એસ. પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં પકડાયેલ છે . ( ૩ ) મોબીન જુના દેવાન મુસ્લીમ ફકીર રહે . ઘોડાસહન બીરતાચોક , હસનનગર કબ્રસ્તાન પાસે થાના ઘોડાસહન જી.મોતીહારી ( ઇસ્ટ ચંપરણ ) રાજય બિહાર નડીયાદ પો , સ્ટે . ગુ.ર.નં. ૧૪૩/૨૦૧૪ આઇ.પી.સી. ૪૫૭ , ૩૮૦ મુજબ તથા મહારાષ્ટ્ર રાજ્યના વિરાર જીલ્લાના તુલીની પો.સ્ટે . ગુ.ર.નં. ૭૬૮/૨૦૨૧ આઇ.પી.સી. ૩૯૯ , ૪૦૨ મુજબ તથા નાલાસોપારા તથા મલાડ વિસ્તારના ચોરીમાં વોન્ટેડ છે. ( ૪ ) બબલુ ઉર્ફે બોબી મદન શાહ તૈલી રહે . ઘોડાસહન બીરતાચોક , માઇસ્થાન , થાના ઘોડાસહન જી.મોતીહારી ( ઇસ્ટ ચંપારણ ) રાજય બિહાર ૂ ( ૫ ) મુકેશકુમાર છેદી રામ રહે . ઘોડાસહન ભાગવાનપુર કોટવાલ થાના . ઘોડાસહન જી.મોતીહારી ( ઇસ્ટ ચંપારણ ) રાજય બિહાર વાળાઓ - ( ૬ ) ગુલશનકુમાર બ્રહ્મનંદપ્રસાદ કુસવાહા મહતો રહે . ઘોડાસહન ભગવાનપૂર કોટવા ગામ , બીરતા ચોક તા.ઘોડાસહન પોસ્ટ - કોટવા જી . ઇસ્ટ ચંપારણ ( મોતીહારી ) રાજય બિહાર . મલાડ , નાલાસોપારા વિસ્તારમાં કરેલ ચોરીના ગુન્હામાં વોન્ટેડ છે . - ( ૭ ) નઇમ હારીશ દેવાન રહે . કુરવા ફતેપુર છાપરા , પો.સ્ટ . મરપા તાહીર થાના . ઔરંગનીયા જી.સીતામઢી રાજય બિહાર

નડીયાદ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૪૩/૨૦૧૪ આઇ.પી.સી. ૪૫૭ , ૩૮૦ મુજબ તથા મહારાષ્ટ્ર રાજ્યના વિરાર જીલ્લાના તુલીની પો.સ્ટે . ગુ.ર.નં. ૭૬૮ા ૨૦૨૧ આઇ.પી.સી. ૩૯૯ , ૪૦૨ મુજબના ગુન્હામાં અગાઉ પકડાયેલ છે . ઉપરોકત ઇસમો પૈકી અનુક્રમ નં .૧ થી ૫ ના અમદાવાદ તથા નં .૬,૭ ના ભાવનગર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે . ફુ આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ મોબાઇલ ફોન -૮૧ કિ.રૂ.૧૫,૯૮,૯૨૯૮– મોબાઇલ એસેસરીઝ કિ.રૂા . ૨૦,૯૦૦ / ૦ રોકડા રૂપિયા – ૬૦,૦૦૦ / ૦ આરોપીઓની અંગ જડતીમાંથી મળી આવેલ મો.ફોન – ૫ કિ.રૂ .૩૩,૦૦૦/- કુલ કિ.રૂ .૧૭,૧૨,૮૨૯ / પકડાયેલ આરોપી દ્વારા આપવામાં આવેલ કબુલાતઃ ( ૧ ) ગઇ તા .૨૯ / ૧૧ / ૨૦૨૧ ના રોજ ઉપરોકત સાતેય ઇસમોએ જૂનાગઢ કાળવા ચોકમાં આવેલ ફોનવાલે મોબાઇલ ફોનની દુકાનમાંથી જૂદી જૂદી કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૫૪ ની ચોરી કરેલ છે . જે અંગે બી ડીવી.પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૪ ૨૧૧૯૮૧ આઇ.પી.સી. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે . ( ૨ ) આશરે સાતેક દિવસ પહેલા ઉપરોકત સાતેય ઇસમોએ ગોધરા ખાતે બસ સ્ટેશન પાસે આવેલ મોબાઇલ ફોનની દુકાનનુ શટર ઉંચુ કરી દુકાનમાંથી મોબાઇલ ફોન – ૨૭ તથા ચાર્જર તથા મોબાઇલ એસેસરીઝની કુલ કિ.રૂા .૬,૪૮,૮૬૫ / - ની ચોરી કરેલ છે . જે અંગે ખરાઇ કરતા ગોધરા ૅ એ ૅ ડીવી.પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૫૨૧૧૪૪૬/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૮૧ , ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે . ( ૩ ) આશરે બે અઢી મહીના પહેલા નઇમ દેવાન , ગુલશન કુશવાહા , મોબીન દેવાન, ગોવિંદ શાહ, તઇદ આલમ રહે . અઠમોહાન લહેરીયા ટોલા જી . મોતીહારી , અરવિંદ કુમાર રહે . અઠમોહાન લહેરીયા ટોલા જી . મોતીહારી , સુકટ આલમ રહે . ધોડાસહન માહીગાછીટોલા જી.મોતીહારી વાળાઓએ મધ્ય-દેશના ઇન્દોર ખાતે ટાઇટન કંપનીના શો રૂમમાંથી ઘડીયાલ નંગ - ૩૭૨ તથા પરચુરણ સામાન વિગેરે મળી કુલ રૂ .૩૩,૦૦,૦૦૦ / -ના મુદામાલની ચોરી કરેલ છે , જે ચોરી કરેલ ઘડીયાલ તથા પરચુરણ વસ્તુ હસન તાજૂદીન દરજી રહે , ધોડાસહન બીરતા ચોક , જી . મોતીહારી વાળાને વેચેલ છે . જે અંગે ખરાઇ કરતા ઇન્દોર જીલ્લાના અન્નપુર્ણા પો.સ્ટે . ગુ.ર.નં ૦૩૭૭/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૮૦ , ૪૫૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે . ( ૪ ) આશરે આઠ નવ મહીના પહેલા નઇમ દેવાન , ગુલશન કુશવાહા , મોબીન દેવાન , સુનિલ કુમાર રહે . ધોડાસહન ગુલરીયાટોલા જી.મોતીહારી , વિક્રમ કુમાર રહે . ધોડાસહન ગુલરીયાટોલા જી.મોતીહારી , ઓમનાથ કૂમાર રહે . ધોડાસહન ગુલરીયાટોલા જી.મોતીહારી , વિજય કુમાર રહે , ધોડાસહન બિરતા ચોક જી.મોતીહારી વાળાઓએ કલકતાથી આશરે દશ કીમી . દૂર જંગલ એરીયામાં પ્લાસ્ટીકની ફેકટરીની નજીકમાં આવેલ મોબાઇલની દુકાનમાંથી આશરે – ૫૫ મોબાઇલ ફોન કિ.રૂ .૮,૦૦,૦૦૦ / - ની ચોરી કરેલ છે , જે મોબાઇલ ફોન હસન તાજૂદીન દરજી રહે . ધોડાસહન બીરતા ચોક , જી , મોતીહારી વાળાને વેચેલ છે . જેના રૂ .૩,૦૦,૦૦૦/ આપેલ હતા .

મજકુર પકડાયેલ ઇસમો દ્વારા કોઇ પણ અજાણ્યા શહેરમાં અગાઉથી મોબાઇલ ફોનની દુકાનની રેકી કરી બાદ તેની ગેંગના તમામ માણસો રેકી કરેલ સ્થળે વહેલી સવારના આવી ચાદર વડે દુકાનના શટર ઉંચકાવી દુકાનમાંથી મોબાઇલ ફોન તથા મોબાઇલ એસેસરીઝ તથા રોકડ રકમની યોરી કરી ચોરી કરેલ મુદામાલ ગેંગના સુત્રધારો દ્વારા નેપાળ દેશમાં વેચી ગુન્હાઓ આચરે છે . કામગીરી કરનારા પો.અધિકારી / પો.કર્મચારી આ કામગીરીમાં શ્રી પી.જી. જાડેજા નાયબ પોલીસ અધિક્ષક , જૂનાગઢ વિભાગ , જૂનાગઢ તથા ક્રાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ.શ્રી એચ.આઇ.ભાટી તથા બી ડીવી.પો.સ્ટે.ના પ્રો.પો.સ.ઇ.   આર.એસ.પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. ડી.જી.બડવા , તથા પો.વા.સ.ઇ. ડી.એમ.જલૂ તથા ક્રાઇમ બ્રાન્ચ , જૂનાગઢના એ.એસ.આઇ. વિજયભાઇ બડવા , પો.હેડ કોન્સ . વિક્રમભાઇ ચાવડા , યશપાલસિંહ જાડેજા , જીતેષ મારૂ , નિકુલ પટેલ તથા પો.કોન્સ . સાહીલ સમા , જયદિપ કનેરીયા , ડાયાભાઇ કરમટા , મયૂર કોડીયાતર , દેવશીભાઇ નંદાણીયા , દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી તથા ડ્રા . પો.કોન્સ . જગદિશભાઇ ભાટુ , મુકેશભાઇ કોડીયાતર તથા અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાન્ચ , વડોદરા રેલ્વે ક્રાઇમ બ્રાન્ચ , અમદાવાદ રેલ્વે ક્રાઇમ બ્રાન્ચ તથા નડીયાદ રેલ્વે પો.સ્ટે . તથા રાજકોટ રેલ્વે પો.સ્ટે . તથા ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:11 pm IST)