Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

મોરબી જીલ્લા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

મોરબી જીલ્લા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસના ભાગરૂપે એચઆઈવી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સિંગ સ્કૂલની બહેનોએ રંગોળી દોરી હતી

તેમજ GSNP+દ્વારા ચલાવવામાં આવતા EMTCT સ્વેત્તાના પ્રોજેક્ટ ઓફિસર તેમજ ફિલ્ડર કોડિનેટર તેમજ સરકારી હોસ્પિટલ થી આઈ સી ટી સી સ્ટાફ ART સ્ટાફ તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ તેમજ નર્સિંગ સ્કૂલની બહેનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી
આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ મોરબી ART નોડલ ઓફિસર ડોક્ટર દુધરેજીયા, આર એમ ઓ ઓફિસર ડોક્ટર સરડવા, એ આર ટી એમ ઓ ડોક્ટર પાડલીયા બહેન તેમજ પેથોલોજી ડોક્ટર મિશ્રાબહેન હાજર રહેલ હતા ત્યારબાદ જિલ્લા પંચાયત આર.સી. એચ.ઓ ડોક્ટર વિપુલ કારોલીયા અને ડોક્ટર કાલેરિયાને રેડ રોબિન બાંધેલી તેમજ જિલ્લા અક્ષય ઓફિસ પર DTO ઝાલા, રેડ રીબિન બાંધી હતી તેમજ માનવ સાંકળ બનાવી hiv aids વિશે જાગૃતતા કરવામાં આવેલ હતી.

(12:25 am IST)