Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મોરબી : સેવાઓનો અવિરત લાભ લેવા દસ વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરાવી લેવા સુચના.

મોરબી :છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિઘ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (યુ.આઇ.ડી. એ.આઇ.) , ભારત સરકારની તા. ૧૯/૦૯/૨૦૨૨ ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમ્યાન કોઇ આધાર અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરવા જણાવેલ છે.

આધારકાર્ડ અપડેટ કરવા માટે સરકાર દ્રારા રૂ. ૫૦/-(અંકે રૂપિયા પંચાસ પુરા)નો દર નકકી કરવામાં આવેલ છે. આ અંગે અત્રેના જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંઘણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા નોડલ ઓફિસર (યુઆઇડી) અને નિવાસી અધિક કલેકટર  એન.કે.મુછારની યાદીમાં જણાવાયું છે.

(12:26 am IST)