Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જૂનાગના ખામધ્રોળ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્‍સો ઝબ્‍બે

પોલીસે રૂા. ૬૦,૪૪૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩ : જૂનાગઢનાં ખામધ્રોળ ગામે તાલુકા પોલીસે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્‍સોને ઝડપી લઇ રૂા. ૬૦,૪૪૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

ખામધ્રોળના લુવાણા ફળીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા મોડી સાંજે તાલુકા પોલીસે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ખામધ્રોળનાં બાલુભાઇ બાલુ બાલસ, માવજીભાઇ ગોવિંદભાઇ કેશવાલા, હિરેન મનસુખભાઇ પરમાર, ભુપત દાનાભાઇ પરમાર, હેમંત રાઘવભાઇ મોકરીયા, હિતેશ રમણીકભાઇ પોપટ, પ્રવિણભાઇ રાઘવજીભાઇ મોકરીયા, અને પંકજ ગોપાલભાઇ માવદીયાની પોલીસે જુગાર રમવા સબબ ધરપકડ કરી હતી.

પોલીસે જુગારીઓ પાસેથી રૂા. ૩૦,૪૪૦ની રોકડ તેમજ સાત મોબાઇલ  ફોન સહિત રૂા. ૬૦,૪૪૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:55 am IST)