Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

મીઠાપુર સેન્‍ટરમાં જે ઇ એ ઇ નીટ કોચિંગ માટે મોશન ઇન્‍સ્‍ટીટયુટ શરૂ કરાશે

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૩ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી જેઇઇ નીટની કોચિંગ સુવિધા માટે સારા કોચિંગની જરૂરિયાત જણાઇ રહી હતી તેથી કોચિંગ માટે જાણીતા એવા કોટા શહેરમાં આવેલ ઇન્‍સ્‍ટીટયુટ દ્વારા મીઠાપુરમાં નવું સેન્‍ટર શરૂ કરવામાં આવશે.

મોશન ઇન્‍સ્‍ટીટયુટના સેન્‍ટર મેનેજર અંકિત યાદવના જણાવ્‍યા પ્રમાણે મીઠાપુર ટાટા કેમિકલ્‍સ તથા ટાટા કેમ ડીએવી પબ્‍લિક સ્‍કૂલના સંયુકત પ્રયાસોથી આ સંભવ બન્‍યું છે. વધુમાં ઉમેર્યું હતું કે કોટા શહેરમાં ભણાવતા શિક્ષકોને અહીં મુકી અઠવાડીયાના ૬ દિવસ નિયમિત રૂપે અહીં કોચિંગ દેવામાં આવશે કે જે જેથી કરીને વિદ્યાર્થીઓને પુરેપુરૂં માર્ગદર્શન મળી રહે. હવે અહીંના વિદ્યાર્થીઓને બહારગામ જવાની જરૂર નહિ પડે પરંતુ અહીં જ ઉપલબ્‍ધ થઇ જશે.

મોશન ઇન્‍સ્‍ટીટયુટ આજે દેશભરમાં ૫૫ સેન્‍ટર ધરાવે છે. અને તેના કોચિંગની ગુણવત્તા પણ ખૂબ જ સારી છે. આ મોશન મીઠાપુરમાં મીઠાપુર ટાટા કેમ ડી એ વી પબ્‍લિક સ્‍કૂલ ખાતે શરૂ થનાર છે. અને વિદ્યાર્થીઓને પ્રવેશ હેતુ અંતિમ તારીખ ૧૫ મી જાન્‍યુઆરી ૨૦૨૩ છે.

(12:27 pm IST)