Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કચ્‍છમાં મોખા ચોકડી પાસે હિટ એન્‍ડ રનમાં પતિ પત્‍નીના મોત

એકિટવા સ્‍લીપ થઇને તોતિંગ ટ્રેઇલર નીચે કચડાઇ ગયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ : કચ્‍છના મુન્‍દ્રા તાલુકાના મોખા ચોકડી નજીક હાઈવે ઉપર થયેલા અકસ્‍માતમાં કસ્‍ટમના નિવૃત્ત કર્મચારી અને તેમના પત્‍નીના અરેરાટીભર્યા મોત નીપજયા હતા.

મુન્‍દ્રામાં રહેતા આસમલભાઈ બુધાભાઈ કન્નર અને તેમના પત્‍ની સુમલબેમ એક્‍ટિવા ઉપર ગાંધીધામ જઈ રહ્યા હતા ત્‍યારે એક્‍ટિવા સ્‍લીપ થઇ હતી. મોખા ચોકડી ટોલનાકાની નજીક સ્‍લીપ થયેલા એક્‍ટિવા પાછળ ધસમસતા ટ્રેઇલરની નીચે પતિ પત્‍ની બન્ને કચડાઇ ગયા હતા.

અકસ્‍માત બાદ ટ્રેઈલર ચાલક નાસી છૂટયો હતો. દરમ્‍યાન ઉશ્‍કેરાયેલા લોકોએ મોખા ટોલનાકાના સંચાલકો દ્વારા પ્રાથમિક સારવાર તેમ જ રોડ રસ્‍તાની યોગ્‍ય માવજત ન રખાતી હોવાનો આક્ષેપ કર્યો છે.

(11:01 am IST)