Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

મોરબીમાં મધરાત્રે સફાઇ કામ કરતી મહિલાનું અપહરણ કરી બે શખ્‍સોએ દુષ્‍કર્મ ગુજાર્યુ

મહિલાને બચાવવા આવેલ મયુરભાઇ ઉપર હવસખોર આશિષ અને પંકજે ધારીયાથી હુમલો કરી ભગાડી દિધા : મહિલાને ધારીયાથી ઇજા કરી તેને તથા તેના પરિવારને પતાવી દેવાની ધમકી આપી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબી શહેરમાં બે ખોફ થઈને બે શખ્‍સોએ મહિલાને ગાડીમાં અપહરણ કરીને ધારિયાની નોક પર દુષ્‍કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે તો દુષ્‍કર્મ આચર્યા બાદ મહિલા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે. બનાવ અંગે ભોગબનનાર મહિલાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

મોરબીના રવાપર ગામના તળાવ પાસે ગત તા. ૨ ના રાત્રીના ૨.૩૦ થી ૨.૪૫ વાગ્‍યા દરમિયાન મહિલા સફાઈ કામ કરતી હોય દરમિયાન આરોપી આશિષ અને પંકજ નામના હવસખોરો એ કબુતરી કલરની સ્‍વીફટ કારમાં આવીને મહિલાને ધારીયું દેખાડી કારમાં બેસી જવા માટે કહ્યું હતું સાહેદ દરમિયાન મયુરભાઈ આવી જતા બંને નાલાયક શખ્‍સોએ મયુરભાઈ પર ધારિયાનો ધા કરીને તેને ભગાડી દીઈને સ્‍વીફટ કારમાં મહિલાને બેસાડી અપહરણ કરી અવાવરૂં જગ્‍યાએ લઇ જઈ મહિલા અવાજ કરતા આરોપી આશિષ એ તેના હાથથી મહિલાના મોઢામાં હાથ નાખીને મોઢું બધ કરી દીધું હતું અને બાદમાં બંને હવસખોરોએ હદ વટાવીને મહિલાની મરજી વિરૂદ્ધમાં શારીરિક સંબધ બાંધીને દુષ્‍કર્મ આચર્યું હતું અને બાદમાં ધરિયા વડે મહિલાને હાથમાં અને પગમાં ઈજા કરી તેમજ શરીરે મુંઢ માર મારી ઈજા કરી ગાળો આપી હતી અને આ વાત કોઈને કહીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

ઘટના અંગે મોરબી એ ડીવીઝન પોલીસમાં ભોગબનનાર મહિલાએ ફરિયાદ નોંધવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે આઈપીસી ૩૭૮ (ડી), ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨),૧૧૪, જીપીએક્‍ટ ૧૩૫ મુજબ ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બનતા મોરબીમાં ખળભળાટ મચી જવા પામ્‍યો હતો તો રાત્રીના પોલીસ પેટ્રોલિંગના દાવા કરતી હોય છે પણ આવા બનાવો બનતા જ પોલીસના દાવા પોકળ સાબિત થાય છે અને લુખ્‍ખાઓને પોલીસનો ડરના હોય તેમ ગુન્‍હાઓને અંજામ આચરે છે શું પોલીસ પોતાનો ડર બતાવશે ? તેવો પ્રશ્ન લોકોમાં પૂછાઇ રહ્યો છે.

(11:40 am IST)