Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

રાજુલા પોલીસ રાઇટર મનુભાઈ મેંગળનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્‍યુ

રાજુલા,તા.૩ : રાજુલા પોલીસ મથકમાં  રાઇટર તરીકે બજાવતા મનુભાઈ સુરિંગભાઈ મેગળ ઉંમર વર્ષ ૪૫ ચાલુ ફરજ દરમિયાન અચાનક જ હાર્ટ એટેક આવી જતા તેમનું દુઃખદ અવસાન થયેલ છે તેઓ મૂળ બાબરીયાધારના હતા શહેરની વિવિધ સંસ્‍થાઓ તેમજ વ્‍યાપારીઓ માં શોકનો માહોલ સર્જાયો હતો પોલીસ બેડાના સાથી કર્મચારીઓ સમાચાર સાંભળી સતબ્‍ધ થઈ ગયા હતા અને સાંજના સમયે પોલીસ કાફલો બાબરીયાધાર મુકામે જઈ પહોંચ્‍યો હતો ત્‍યાં જઈ તેમના પરિવારને આસ્‍વથ કર્યા હતા તેઓએ તેમના ફરજકાળ દરમિયાન પુરી નિષ્‍ઠા તેમજ ઈમાનદારી થી ફરજ બજાવી હતી જેની સૌ કોઈએ નોંધ લીધી હતી કોરોના કાળ હોય કે પછી તોકતે વાવાઝોડું તેમણે હંમેશા લોકોની વચ્‍ચે રહી લોકોની હર હંમેશ મદદ કરી જેને આજે લોકો યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 

(12:28 pm IST)