Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

સાવરકુંડલામાં વારંવાર ટ્રાફિક જામ થઈ જવાની સમસ્‍યાઓ સરદર્દ સમાન

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા. ૩ :  શહેરમાં ટ્રાફિકનો પ્રશ્‍નો  દિન પ્રતિદિન વધતો જાય છે છતાં પણ તે સમસ્‍યા  ઉકેલવામાં અધિકારી અને પદાધિકારીઓની આળસ વર્તાઈ રહી છે.

સાવરકુંડલા શહેરમાં રજકાપીઠથી એસ ટી  એસ સ્‍ટેન્‍ડ સુધીમાં દરોજ બેથી ત્રણ વાર ટ્રાફિકની સમસ્‍યાઓ બને છે  તેથી શહેરના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠિયા છે. આ  ટ્રાફિકની સમસ્‍યા વર્ષોથી હોવા છતાં તંત્રના અધિકારીઓ  અને પદાધિકારીઓ જાણી જોઈને આંખ વિચાવણા કરી રહ્યા છે.

સાવરકુંડલા શહેરનો બાય પાસ રોડ શરૂ ન હોવાથી ટ્રાફિક સમસ્‍યા ઉભી થાય છે તે પ્રશ્‍નોની રાજકીય આગેવાનો ને ખબર હોવા છતાં બાય પાસનોપ્રશ્‍નો ઉકેલાતો નથી અને શહેર ના  વેપારી ઓ પારાવાર મુશ્‍કેલી ઓ વેઠી રહ્યાં છે ભાજપ સરકાર જબરો વિકાસ કર્યા ની ગુલબગો ફેંકી રહ્યા છે ત્‍યારે સાવરકુંડલાના બાય પાસની સામાન્‍ય પ્રશ્‍નોનો ઉકેલ લાવતા નથી કે પછી ભાજપ વાળાથી ઉકેલ આવતો નથી ? તેવી ચર્ચા લોકોમાં થવા લાગી છે  રાજકીય આગેવાનોની ઘોર બે દરકારીના કારણે શહેરની જનતા પરેશાન થઈ રહી છે ત્‍યારે શહેરની જનતાનો પ્રશ્‍નો  કયાંરે ? ઉકેલ આવશે તેવી કાગડોળે રાહ જોઈ રહ્યા છે  લોક લાગણીને માન આપી બાય પાસનો પ્રશ્‍નો  અવરીત પણે ઉકેલી આપે તેવી માંગ ઉઠવા પામી છે.

(12:43 pm IST)