Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ભારતના જ્ઞાનના તોલે કોઇ ન આવી શકે : પૂ. મોરારીબાપુ

જોડિયાધામમાં શ્રી વિરણમુનિ સ્‍થાપિત ગીતા વિદ્યાલયમાં ગીતા જયંતિની ઉજવણી

વાંકાનેર, તા. ૩ :  જોડિયાધામ ખાતે  પુ શ્રી વિરાગમુનિ સ્‍થાપિત શ્રી રામ કળષ્‍ણ સાધના ટ્રસ્‍ટ, શ્રી ગીતા વિધાલય, ધમક્ષેત્ર ખાતે તા : ૩ ના રોજ શ્રી ગીતા જ્‍યંતીના યુગ પર્વે સવારે ગીતા વિધાલયના બાળકો, સાધકો દ્વારા સામુહિકમાં હોમાત્‍મક પાઠ કરવામાં આવેલ તથા તા : ૨ ના રોજ સંતો કથાકારના સતસંગ પ્રવચન થયેલ આજે શનિવારના ગીતા જ્‍યંતીના પાવન પર્વે સવારે સૌ પ્રથમ પ, પૂજ્‍ય શ્રી મોરારીબાપુ તથા સંતો દ્વારા દીપ પ્રાગટીય વિધિ તથા શ્રી મદ ભગવત ગીતાજીની આરતી પુ બાપુએ ઉતારેલ ત્‍યારબાદ પુ મોરારીબાપુએ મંગલ ગીતા સંદેશ પ્રવચન આપ્‍યુ હતું. ગીતા જ્‍યંતીના યુગ પર્વે પુ બાપુએ ભગવાનશ્રી કળષ્‍ણના ચરણોમાં વંદન કરી અને કહેલ પાંચ હજાર વર્ષથી વધઘટ હશે પરમ પ્રેમ સ્‍વરૂપ, પ્રેમ કરૂણા સ્‍વરૂપ, ભગવત ગીતાનું પ્રાગટય છૅ મારી વ્‍યાસપીઠ એને વિશ્વ ગ્રંથ કહે છૅ ધર્મક્ષેત્ર જોડિયાધામ ગીતા વિધાલયને પ્રણામ કરૂછું જે મહાપુરૂષ થઈ ગયા જેમને ગીતા પાઠ, રામાયણનો માર્ગ બતાવેલ છૅ એવા પુ વિરાગમુનિને મારાપ્રણામ તૅમજ સંસ્‍થાના અધ્‍યક્ષ  યોગેશભાઈ શાષાી, વિનુભાઈ ચંદરાણાને શ્રદ્ધાજલી આપેલ તૅમજ પુ ભોલેબાબાનું સ્‍મરણ કરીને કહેલ રામવાડીએ આ સંગીતની ટિમ આપેલ છે એ જોડિયાની દીક્ષા છૅ જેનામાં પરમાત્‍માની ચરણ નિષ્ઠા છૅ

પૂ. મોરારીબાપુએ કહ્યું કે ભારતનું જ્ઞાનનાં તોલે કોઈ ન આવી શકે. ગીતા એ શ્રમ ઉપર બહુ ભાર મુકયો છૅ ગીતા જ્‍યંતીના આજૅ સમગ્ર વિશ્વમાં વિનંતી કરૂ છુ ઘરે ઘરે ગીતાજી ઉપર બે ફૂલ ચડાવી બે દિવા કરી આરતી કરજો શકય હોય તો ગીતાના પાઠ કરજો આજૅ પુરા વિશ્વને ભગવત ગીતા ના પ્રાગટીયની વધાય હો ગીતા જ્‍યંતી મહોત્‍સવમાં અનેક જગ્‍યાથી કથાકાર, સંતો આવેલા હતા ગીતા જ્‍યંતીની આસ્‍થાભેર ઉજવણી થયેલ હતી.

(12:47 pm IST)