Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જેતપુરના બોરડી સમઢીયાળા ગામે જુગાર રમતા ૪ પકડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૩: જેતપુરના બોરડી સમઢીયાળા ગામે જુગાર રમતા ચાર શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.  તાલુકા પોલીસ ગત રોજ સાંજે પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્‍યાન બોરડી સમઢીયાળા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરી જાહેરમાં તીનપતીનો જુગારᅠ રમતા, હિરા ગોવિંદભાઇ જાદવ, ભાણજી બાવાભાઇ જાદવ, વિનોદ મંગાભાઇ જાદવ, મહેશ ઉર્ફે સની ખીમજીભાઇ જાદવ, (રહે. તમામ બોરડી સમઢીયાળા) ને રોકડા રૂા. ૩પ૭૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

(12:50 pm IST)