Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જેતપુરના બંધ કારખાનામાં આગ ભભુકી

તસ્‍વીરમાં કારખાનામાં લાગેલ આગના દ્રશ્‍યો નજરે પડે છે. (તસ્‍વીરઃ કેતન ઓઝા-જેતપુર) (૪.૧૦)

(કેતન ઓઝા દ્વારા  જેતપુર, તા., ૩:  જેતપુરના નવાગઢ વિસ્‍તારમાં બંધ પડેલ કારખાનામાં વિકરાળ આગ ભભુકી હતી.

શહેરના નવાગઢ ગઢની રાંગ પાસે આવેલ સાડીના બંધ પડેલ કારખાનામાં ૧૦ વાગ્‍યાના અરસામાં કોઇ કારણોસર આગ ભભુકી ઉઠેલ. આ અંગેની જાણ મહીલાઓએ કરતા ફાયર ફાઇટર બનાવના સ્‍થળે પહોંચી પાણીનો મારો ચલાવેલ આ કારખાનુ પાયોનીયર ડાઇંગ નામથી ચાલે છે. જે છેલ્લા થોડા સમયથી બંધ પડેલ હોય અંદર જુનો વેસ્‍ટ કચરો હોય કોઇ કારણોસર આગ ફાટી નીકળેલ. આગ જોતજોતામાં વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લેતા કારખાનાનું છાપરૂ ધરાશાયી થયેલ. આગના કારણે અંદરની દરેક વસ્‍તુ લપેટમાં આવી ગઇ હોય ભસ્‍મીભુત થઇ ગયેલ. આ વિસ્‍તારના નગર સેવક ઉમેશભાઇ પાદરીયા ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરાવેલ.

(12:52 pm IST)