Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જુનાગઢ જીલ્લા માહીતી ખાતાની ટીમ દ્વારા ચુંટણીલક્ષી ઉત્‍કૃષ્‍ઠ કામગીરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૩: જીલ્લાની પાંચ વિધાનસભા મતક્ષેત્રોની  ગઇકાલે શાંતીપુર્ણ રીતે ચુંટણી સંપન્ન થઇ છે. આ ચુંટણી દરમ્‍યાન જુનાગઢ જીલ્લા માહીતી કચેરીની કામગીરી ખુબ જ સરસ અને સરાહનીય તેમજ વખાણવાલાયક બની રહી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણી અંગેની તારીખો જાહેર થયા બાદ પ્રથમ તબક્કાની યોજાનાર ચુંટણીમાં જુનાગઢ જીલ્લાની જુનાગઢ, વિસાવદર, માણાવદર, માંગરોળ, કેશોદ વિધાનસભાનો પણ સમાવેશ થતો હોય જુનાગઢ જીલ્લા માહીતી કચેરીની જવાબદારી પણ વધી ગઇ.

જુનાગઢ જીલ્લા કલેકટર અને ચુંટણી અધિકારી રચીત રાજના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આગવી વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી હતી. અધિકારીઓ સાથે બેઠકનો દોર ચાલ્‍યો અને લોકોમાં મતદાન પ્રત્‍યે જાગૃતી આવે તે માટેના શરૂ થયેલા પ્રયાસો દરમ્‍યાન જીલ્લા માહીતી કચેરી કે જેનું મુખ્‍ય કાર્ય પ્રચાર અને પ્રસાર છે. ત્‍યારે જીલ્લા કલેકટર રચીત રાજના વડપણ હેઠળ થઇ રહેલી ચુંટણીલક્ષી કામગીરીમાં સતત જોડાઇ અને મતદાન જાગૃતી માટે અહેવાલો મીડીયાના સહકારથી લોકો સુધી પહોંચે તે માટે મહતમ કામગીરી બજાવી છે.

મતદાનના દિવસે જીલ્લાના પાંચ વિધાનસભા મતક્ષેત્રોની યોજાયેલી ચુંટણીના મતદાનનાં પ્રારંભથી લઇ સાંજના પાંચ વાગ્‍યા દરમ્‍યાન મતદાન પુર્ણ થયુ ત્‍યાં સુધીના અહેવાલો તૈયાર કરવામાં ઝડપી કામગીરી બજાવી છે. માહીતી વિભાગની      જુદી જુદી ટીમ દ્વારા વિવિધ મતદાન મથકોએ પહોંચી કવરેજ, ફોટોગ્રાફ સહીતની માહીતી એકત્ર કરી અને અહેવાલ તૈયાર કર્યો એટલુ જ નહી સવારના ૮ વાગ્‍યાથી સાંજના પાંચ વાગ્‍યા સુધીની મતદાનની ટકાવારી અંગે માહીતી આપી મતદાન પુર્ણ થયા બાદ મોડે સુધી કાર્યરત રહી ટકાવારીનું અપડેટ આપવામાં પણ વખાણવાલાયક કામગીરી બજાવી છે.

જીલ્લા માહીતી વિભાગના જુનાગઢ જીલ્લા નાયબ માહીતી નિયામક નરેશભાઇ મહેતાના માર્ગદર્શનમાં જીલ્લા માહીતી કચેરીની ટીમ માહીતી મદદનીશ રોહીત ઉસદડ, ક્રિષ્‍નાબેન સીસોદીયા, ઓપરેટર  અશ્વીન પટેલ, સીનીયર કલાર્ક ભાલચંદ્ર વિંઝુડા, ફોટોગ્રાફર સરમણ ભજગોતર, ડેટા ઓપરેટર રાહુલ હેરભા, પટાવાળા ધીરૂભાઇ વાજા, રૂકસાનાબેન, ચંદુભાઇ સોલંકી અને ડ્રાઇવર પંકજભાઇ અને પુનીતભાઇ વગેરેની ચુંટણીલક્ષી કામગીરી ખુબ જ સુંદર અને ઉત્‍કૃષ્‍ટ બજાવી ધન્‍યવાદને પાત્ર બનેલ છે.

(12:55 pm IST)