Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જૂનાગઢમાં જસાણી પરિવાર દ્વારા દિવ્‍યાંગોને નવા ભવન માટે અનુદાન

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૩ : સાંપ્રત એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ (અતિ ગંભીર અનાથ દિવ્‍યાંગ બાળકો માટેનું નિવાસ્‍થાન)માં છેલ્લા ૧૩ વર્ષથી દિવ્‍યાંગ બાળકોની સારી સેવા કાર્ય કરી રહેલ છે. અત્‍યારે આ અતિ ગંભીર અનાથ દિવ્‍યાંગ બાળકોની સંખ્‍યા ૮૨ જેટલી છે. અને બાળકોનો સતત વધારો થતો રહે છે.

ભવિષ્‍યમાં આવી કોઈ આફતને પહોચી વળવા સંસ્‍થાના પટાંગણમાં એક નવું ભવન બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેથી બાળકોની અલગ અલગ સારી રીતે સગવડતા અને અનુકૂળ વાતાવરણ સાથે સાર સંભાળ રાખી શકાય. આ નવા ભવન માટે પ્રમુખ મહેન્‍દ્રભાઇ પરમાર અને વ્‍યવસ્‍થાપક  રાજૂભાઈ એ પરમ પૂ. બા.બ્ર. સાધનાબાઈ અને સંગીતાબાઈ મહાસતીજી સાથે વિગતવાર ચર્ચા વિચારણા કરેલ. પૂ. સાધનાબાઈ સ્‍વામીના સાંસારિક ભાઈ લંડન નિવાસી અવંતીલાલ નૌતમલાલ જસાણીએ સંપૂર્ણ નવ નિર્માણનું અનુદાન આપેલ.

 દિવ્‍યાંગો માટે ૧૦ રૂમની સાથેની સગવડતાઓ જેવી કે, પંખા, સેટી પલંગ, ગાદલાં વિગેરેનો તમામ ખર્ચ પણ અવંતિભાઈ આપશે. અત્‍યારે મકાનનું બાંધકામ ચાલુ છે. જે બે મહિનામાં તૈયાર થઈ જશે. આ ઉપરાંત રૂપીયા ૫૦ હજારની કાયમી તિથી મિષ્ટાન ભોજન નોંધાવેલ છે. અવંતીભાઈ પરદેશમાં રહેવા છતાં માદરે વતનને યાદ કરીને વારંવાર જુદી જુદી સંસ્‍થાઓમાં માનવતાના કાર્યો કરે છે. સંસ્‍થાના પ્રમુખ સંચાલકો અને દિવ્‍યાંગ બાળકો દાતા અવંતિલાલ નૌતમલાલ જસાણીના સમગ્ર પરિવારજનોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(12:56 pm IST)