Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

વેરાવળ ભાલકા રોડ ઉપર અજાણ્‍યા વાહને વૃઘ્‍ધને હડફેટે લેતા મૃત્‍યુ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩: ભાલકા વિસ્‍તારમાં રહેતા વૃઘ્‍ધ રોડ ક્રોસ કરવા જતા હતા કોઈ અજાણ્‍યા વાહને હડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમ્‍યાન મૃત્‍યુ થયેલ છે.

વેરાવળ ભાલકા મંદિર રહેતા ટપુભાઈ ચીનાભાઈ પરમાર ઉ.૭૦ તા.૧૧/૧૧/રર ના રોજ સવારે ૧૦ વાગ્‍યે ચાલતા નિકળેલ હતા તે રોડ ક્રોસ કરતા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા વાહને બેફીકરાઈ પુર ઝડપે વાહન ચાલવી હડફેટે લીધેલ જેને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ સારવાર દરમ્‍યાન મૃત્‍યુ થયેલ છે.

(12:57 pm IST)