Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

સોરઠમાં ધુમ્મસઃ ગિરનાર-નલીયામાં ૧૦.૬ ડિગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર હવામાન યથાવત : મોડી રાત્રિના અને વહેલી સવારે ઠંડકની અસર વધુ

રાજકોટ, તા. ૩ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં સર્વત્ર મિશ્ર હવામાન યથાવત છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર યથાવત છે.

આજે કચ્છના નલીયા અને ગિરનાર પર્વત ઉપર ૧૦.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયું હતું. જયારે રાજકોટમાં ૧૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : સોરઠમાં આજે ધુમ્મસનું આક્રમણ થતા ઠંડી તીવ્ર બની રહી.

જુનાગઢ સહિતનાં વિસ્તારોમાં સવારે વાતારવણમાં ધુમ્મ્સ છવાય ગયુ હતુ સવારના  ૮-૩૦ સુધી ધુમ્મસ યથાવત રહેતા ઠંડક પ્રસરી ગઇ હતી.

ગિરનાર ખાતે લઘુતમ તાપમાન ૧૦.૬ ડિગ્રી રહ્યું હતુ. જેને લઇ ઠંડી આક્રમક બની હતી.

જુનાગઢમાં ઠંડી ૧પ.૬ ડિગ્રી રહેવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહેતુ હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૧ કિ.મી.ની રહી હતી.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : ઝાલાવાડમાં શિયાળાની ઠંડકનો હવે અનુભવ થઈ રહ્યો છે. માગસર મહીનાના આ દિવસોમાં લઘુતમ તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં ઠંડીનો ચમકારો અનુભવાય છે.

છેલ્લા પાંચ દિવસમાં ૧૫.૧ ડિગ્રીથી ૧૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. ખુબીની વાત એ છે કે, જે દિવસે મતદાન હતુ તે ૧લી ડિસેમ્બરે લઘુતમ તાપમાન ૧૭.૪ હતું. મતદાન પુરૃ થતા જ રાજકીય ગરમાવો ઓછો થયો હોય તેમ ગઈકાલે મતદાનનાં બીજા દિવસે કુદરતી તાપમાનમાં પણ ઘટાડો થયો હતો...! ખુલતી વધુ વાત એ છે કે, મતદાનનાં આગલા દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોની છેલ્લી ઘડીની જે દોડધામ હતી તેનાથી જે રાજકીય ગરમાવો હતો તે દિવસે છેલ્લા પાંચ દિવસનું સૌથી વધુ ૧૮ ડિગ્રી (લઘુતમ) તાપમાન હતું...! ક્રમશઃ ઘટીને ગઈકાલે શુક્રવારે ૧૬.૦ લઘુતમ અને ૩૧.૪ મહત્તમ તાપમાન નોંધાયુ હતું.(૯.૪)

કયાં કેટલી ઠંડી

શહેર                    લઘુતમ

અમદાવાદ       ૧૪.૮

ગિરનાર          ૧૦.૬

બરોડા           ૧૬.૬

ભાવનગર        ૧૭.ર

ભૂજ              ૧પ.૪

દાદરા અને નગર હવેલી       ૧૯.૯

દમણ            ૧૮.૪

ડીસા             ૧૪.૦

દીવ              ૧૭.૬

દ્વારકા            ૧૭.૪

ગાંધીનગર       ૧ર.૯

કંડલા            ૧૬.પ

નલિયા           ૧૦.૬

ઓખા            રર.૩

પાટણ            ૧૪.૦

પોરબંદર         ૧૬.૩

રાજકોટ          ૧૭.૦

સાસણ ગીર      ૧૯.૯

સિલ્વાસા         ૧૯.૯

સુરત             ૧૯.૯

વેરાવળ        ૧૯.૯

(4:11 pm IST)