Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખે મતદાનના બીજા દિવસે રાજીનામું આપતા તર્કવિતર્ક

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩: તાલુકા ભાજપ પ્રમુખ દ્રારા રાજીનામું આપી દેવાતા ભારે તર્કવિતર્ક સર્જાયા છે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્‍ન કરતા તેમનો તેમનો મોબાઈલ સ્‍વીચઓફ આવે છે.

વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઈ સોલંકી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ખુબજ સારી કામગીરી બજાવી હતી મતદાનના બિજા દિવસે તેમને અચાનક રાજીનામું આપી દેતા ભારે તર્કવિતર્ક સર્જાયા છે તેમને મોબાઈલ ફોન કરતા સ્‍વીચઓફ આવતો હતો આ રાજીનામાના પત્રમાં પારીવારીક વ્‍યવસાય ના લીધે સમય આપી શકુ તેમ નથી જેથી રાજીખુશી થી રાજીનામું આપું છું પણ અચાનક ભાજપના મુળ પ્રમાણીક કાર્યકર વર્ષોથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં વર્ચસ્‍વ ધરાવતા હતા તે મતદાનના બિજા દિવસે રાજીનામું આપતા આર્શ્‍ચય થાય છે.

(12:58 pm IST)