Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જૂનાગઢમાં માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા મતદાન જાગળતિ સંદેશ પ્રચાર

જૂનાગઢ  : માનવાધિકાર અને મહીલા બાળ વિકાસ સંગઠનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નીલેશભાઈ જોષીના માર્ગદર્શન મુજબ અને શહેરમાં રહેતા ગુજરાત રાજ્‍ય મીડિયા ઈન્‍ચાર્જ પાર્થભાઈ પંડ્‍યા ના નેતળત્‍વ માં જૂનાગઢ શહેરમાં સ્‍વામિનારાયણ મંદિર તેમજ ભવનાથ ખાતે મતદાન જાગળતિ પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવ્‍યું હતુ. લોકોને વિનંતી કરી હતી કે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે આપણે તેને પૂરી કર્તવ્‍ય નિષ્ઠા થી ઉજવવું જોઈએ. મતદાન એ આપણો હક પણ છે અને ફરજ પણ છે જેથી દરેક વ્‍યક્‍તિએ મતદાન અવશ્‍ય કરવું જોઈએ. આપ કોઈ પણ પક્ષને મત આપો પણ મતદાન અવશ્‍ય કરો. આવી રીતે લોકોને મતદાન કરવા જાગળત કરવાનો પ્રયત્‍ન કર્યો હતો. આ તકે જીતેન્‍દ્રભાઈ જાની, પ્રિયાંશુભાઈ પુરોહિત, કવિતાબેન, શીતલબેન જોશી સહિત તમામ કાર્યકરો એ હાજરી આપી હતી તેમજ  જનતાને મતદાન કરવું કેટલું જરૂરી એ બાબતે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા પ્રમુખ જીગ્નેશભાઈ મહેતા એ બધી જવાબદારી નિભાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : વિનુજોષી, જુનાગઢ)

(1:00 pm IST)